ઓક્ટોબર 31, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

નવસારીઃ ભાભીની મદદથી નરાધમોનો નણંદ પર બળાત્કાર
નવસારીના ઘોઘંબા તાલુકામાં એક સગીરા પર તેની જ ભાભીની મદદથી બે નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો અને તેને મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે. સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ આરોપી સગીરાને તેના ઘરે મુકી ગયો હતો. આ બનાવમાં શંકર જેઠવા, રાજુ જેઠવા અને ભાભી વનિતા જેઠવા સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટઃ લાપતા યુવતીની લાશ મુંબઇથી મળી
રાજકોટમાંથી લાપતા થયેલી યુવતીની લાશ મુંબઇ ખાતેથી મળી આવી છે, જે પોલીસે પરિવારજનોને સોંપી છે. મુંબઇમાં ટ્રેન અકસ્માતમાં યુવતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ મૃતક યુવતીના પરિવારજનો દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છેકે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી નહોતી. પરિવારજનોએ યુવતીની લાશ સાથે પોલીસ કમિશનર કચેરી બહાર ધરણા કર્યા છે અને શા માટે પોલીસે બેદરકારી દાખવી તેનો જવાબ માંગ્યો છે. તેમજ જે પોલીસ કર્મીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે તેમની સામે પગલા ભરવાની માગ કરવામાં આવી છે.
તાપીઃ કાર અને બસ વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત, 11ને ઇજા
તાપીના આનંદપુર પાસે કાર અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 11ને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં બેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રના નંદુરબારથી એક પરિવાર બેસણા માટે વાપી આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત નોંધ્યો હતો.
નિલોફરની અસરઃ માંડવીમાં શરૂ થયો વરસાદ
નિલોફર વાવાઝોડું નરમ પડી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે તેના કારણે તટીય વિસ્તારોની આસપાસ વરસાદ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાત માંડવીની કરવામાં આવે તો માંડવીમાં નિલોફર વાવાઝોડાની અસરના પગલે વરસાદ શરૂ થયો છે. બીજી તરફ વાવાઝોડું ગુજરાત તરફ આગળ તો વધી રહ્યું છે, પરંતુ તેની તિવ્રતા સતત ઘટી રહી છે, તેથી એવુ માનવામા આવી રહ્યું છેકે તેનાથી ગુજરાતને બહુ મોટી અસર થશે નથી. પરંતુ અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
