ઓક્ટોબર 30, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

હત્યાનો બદલો હત્યાઃ સુરતમાં જાહેરમાં કરાયું મર્ડર
સુરતમાં હત્યાનો બદલો હત્યા કરીને લેવામાં આવ્યો છે. 2009માં રાજુ પસ્તાગીયા નામના શખ્સની હત્યાના આરોપસર સજા કાપી રહેલા અને હાર પેરોલ પર છૂટેલા સૈયદપુરાના અમિત વાઢેરની ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકીને સરાજાહેર હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ પોતાના ભાઇની હત્યાનો બદલો લેવા માટે રાજુ પસ્તાગીયાની બહેને ત્રણ યુવકો પાસે અમિતની હત્યા કરાવી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરઃ અસામાજીક તત્વો દ્વારા સોલીડ વેસ્ટ ઠલવાયું
અંક્લેશ્વર તાલુકાના ખારોડ-બાકરોલ ગામના સીમાડે વર્ષોથી કેટલાક અસામાજીક તત્વો દ્વારા સોલીડ વેસ્ટના જથ્થાનો નિકાલ કરવામાં આવતો હોવાની વાતનો પર્દાફાશ જીપીસીબી અંક્લેશ્વર કચેરી દ્વારા કરવામાં આવ્યો છે. જીપીસીબીની ટીમે મળેલી ફરિયાદોના આધારે વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરતા ચારેક સ્થળેથી સોલીડ વેસ્ટના ઢગલાઓ મળી આવ્યા હતા. ટીમને એક આખા તળાવનું પાણી લાલ રંગનું જણાતા તપાસ હાથ ધરાઇ હતી, જેમાં એક ખેતરમાંથી 7 હજાર ટન જેટલા સોલીડ વેસ્ટની બેગો મળી આવી હતી.
વેટ વિભાગના 114 ઇન્સપેક્ટર્સની કરાઇ બઢતી
ગુજરાત રાજ્યના વાણિજ્યક વેરા વિભાગના કમિશનર દ્વારા નવા વર્ષના પ્રારંભે વેટ વિભાગના અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. કમિશનરે 114 જેટલા ઇન્સપેક્ટર્સની બઢતી કરીને તેમને કોમર્શિયલ ટેક્સ ઓફિસર તરીકેની બઢતીના આદેશ આપ્યા છે. આ બઢતીને લઇને વેટ વિભાગના અધિકારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
મેટ્રો રૂટને લઇને થલતેજમાં રજૂ કરાયા 225 વાંધા
મેટ્રો રૂટમાં થલતેજ ચાર રસ્તાથી લઇને ગામ સુધીમાં કપાતમાં જઇ રહેલા રહેણાંક મકાનો અને કુકાનો અંગે મંગાવવામાં આવેલા વાંધા સચૂનોમાં 225 જેટલા વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે. એકાદ સપ્તાહમાં સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે દરખાસ્ત પસાર કરવામાં આવ્યા બાદ વાંધાઓને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવું જાળવા મળ્યું છે. નોંધનીય છેકે આ અંગે અગાઉ પણ થલતેજમાં બંધ પાળવામાં આવ્યો હતો.
સુરતઃ ગેસ લીકેજ બાદ લાગેલી આગમાં એકનું મોત
સુરતના નરેશ્વર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ગેસ લીકેજ થવાના કારણે લાગેલી આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થયા બાદ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
