ઓક્ટોબર 2, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ..

અમદાવાદમાં ગેસ પુરો પાડતી કંપન અદાણી ગેસ દ્વારા રીક્ષા અને કારમાં વપરાતા સીએનજીમાં કિલોએ 2.94 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જ્યારે પાઇપ વડે ઘરે-ઘરે આપવામાં આવતા પીએનજીમાં સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર દીઠ 2.12 રૂપિયાનો ઘટાડો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયા ભાજપમાં જોડાયા
ગોંડલ એનસીપીના પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયા ભાજપમાં જોડાઇ ગયા છે. મળતી માહિતી અનુસાર રાજકોટ ખાતે આવેલા મારુતિ પાર્ક ખાતે વિજય રુપાણીના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન તેઓ ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત કોટડા સાંગાણીના એનસીપીના 300 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા.
ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ઝાલાના જામીન મંજૂર
અશ્લીલ પત્રકાંડના આરોપી અને સસ્પેન્ડેડ પ્રોફેસર સમરણ ઝાલાના જામીન એડિશનલ સેશન્સ જજ એસ.જે.રાજેએ મંજૂર કરી લીધા છે, જોકે શરત મુકવામાં આવી છેકે તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ નહીં કરી શકે. ઝાલાએ સેશનસ કોર્ટમાં કાયમી જામીન અરજી કરી હતી અને દલીલ કરી હતી કે તેઓ જામીનલાયક ગુનામાં છેલ્લા 40 દિવસથી સાબરમતી જેલમાં કેદ છે.
અમદાવાદમાં ગુંડાએ પીએસઆઇને તમાચો માર્યો
એલિસબ્રિજ ડી સ્ટાફ પીએસઆઇની ઓફીસમાં ઘુસી જઇ એક ગુંડાએ કહ્યું કે, મને બધા રાજકારણીઓ અને અધિકારીઓ ઓળખે છે, તું મારું કંઇ જ બગાડી શકીશ નહીં. ત્યારબાદ પીએસઆઇને તમાચો માર્યો હતો અને એક દારૂડિયાને છોડી મુકવા કહ્યું હતું. પોલીસે કુંજલ પટેલ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
