અમદાવાદમાં વ્યસન મુક્તિ મહાકુંભ, ઠાકોરોએ કર્યું શક્તિ પ્રદર્શન
મંગળવારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વ્યસ્ન મુક્તિ મહાકુંભ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં સવારે 10 વાગ્યે વૈદિક મંત્રોચ્ચારથી હવન કરવામાં આવ્યો. અને ત્યાર બાદ સાંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. વધુમાં મંચ પર અલ્પેશ ઠાકોરનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું.

નોંધનીય છે કે આ કાર્યક્રમ માટે ખાસ પોલિસ બંદોવસ્ત કરવામાં આવ્યો છે. વધુમાં મુખ્યમંત્રી આનંદીબેન અને કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ શુભેચ્છા સંદેશો પાઠવ્યો છે. જેને પણ આ કાર્યક્રમમાં પ્રસ્તુત કરવામાં આવશે. તથા પાટીદાર સમાજ તરફથી પણ આ કાર્યક્રમને સમર્થન આપવામાં આવ્યું છે. અને કાર્યક્રમમાં પાણીની વ્યવસ્થા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે. હાર્દિક પટેલ પણ આ મહાકુંભને પોતાનો ટેકો જાહેર કર્યો છે. અને કહ્યું છે કે વ્યસન મુક્તિ જાત પાતથી ઉઠીને તમામ સમાજે અપનાવા જેવી વાત છે. નોંધનીય છે કે આ મહાકુંભમાં બીસી, એસસી, એસટી જેવા તમામ વર્ગના અને સમાજના લોકોએ હાજરી આપી હતી.
જો કે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજવામાં આવેલ વ્યસ્ન મુક્તિ મહાકુંભ ધણા અર્થમાં વ્યસન મુક્તિ કરતા શક્તિ પ્રદર્શન વધુ છે તેવું જાણકારો માની રહ્યા છે. વધુમાં અલ્પેશ ઠાકરે પણ કહ્યું હતું કે આ દ્વારા તે 2017ની ચૂંટણી વખતે પોતાનો એજન્ડો નક્કી કરશે. ત્યારે મંગળવારે આ મહાકુંભને સંબોધિત કરતા અલ્પેશ ઠાકોરે તમામ સમાજના લોકોને વ્યસન મુક્ત થવા માટે અપીલ કરી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
