મોદીના ગુજરાતમાં પીરસાશે UPA કૌભાંડોની વાનગીઓ
વડોદરા, 26 જુલાઇ : કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારના કૌભાંડોને લોકો સમક્ષ લાવવા માટે ભાજપે કમર કસી છે. જો કે ભાજપની આ કાર્યવાહીથી અલગ નરેન્દ્ર મોદીના નિર્ભય ગુજરાતની હોટલોએ આ કૌભાંડોને અલગ રીતે લોકો સામે લાવવાનો પ્રયાસ કર્યો છે.
મુંબઇના એક રેસ્ટોરન્ટમાં ભોજનના બિલમાં યુપીએ સરકારના કૌભાંડને લઇને મચેલી બબાલનો અંત હજી આવ્યો નથી ત્યારે ગુજરાતની રેસ્ટોરન્ટે કૌભાંડોમાં પણ નફો શોધીને કૌભાંડોના નામ વિવિધ વાનગીઓને આપી તેને ગ્રાહકોને પીરસવાનો આઇડિયા અજમાવ્યો છે. તમે જ્યારે આ રેસ્ટોરન્ટમાં જમવા જશો ત્યારે મેનુમાં '2જી સમોસા','કોલગેટ સેન્ડવિચ' જેવા નામો જોવા મળશે.

ગુજરાત રાજ્ય હોટલ ફાઉન્ડેશન (જીઆરએચએફ) મુંબઇની અદિતિ રેસ્ટોરન્ટને પડખે આવ્યું છે. આ સાથે તેણે યુપીએ સરકારના કૌભાંડોના નામથી ડિશ તૈયાર કરીને પોતાની હોટેલ્સમાં પીરસવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતમાં જીઆરએચએફના અંદાજે 6,000 સભ્યો છે. ફેડરેશનના સંભ્યો અને હોટેલ માલિક અશ્વિન ગાંધીએ કૌભાંડોની ડિશ પીરસવાનો પ્રસ્તાવ ફેડરેશનના અન્ય સભ્યો સાથે કર્યો છે. આ અંગે તેઓ જણાવે છે કે ખાવા પીવાની વસ્તુઓના નામ યુપીએ સરકારના કૌભાંડોના નામ પર રાખવા એ જ ભ્રષ્ટાચારી સરકારને સાચો જવાબ છે. ભારતના દરેક નાગરિકને પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા છે.
દક્ષિણ ગુજરાત હોટેલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ પણ જીઆરએચએફને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે દરખાસ્તને મંજૂરી મળી જતા અમે બોફોર્સ, 2જી અને અન્ય કૌભાંડોના નામ અમારા મેનુમાં સામેલ કરીશું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
