નવેમ્બર 28, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

વડોદરાના નવલખી મેદાન પરથી એક 20 વર્ષીય યુવકનો મૃતદેહ ગળે ટૂંપો દીધેલી અવસ્થામાં મળી આવ્યો હતો, મોહનગીરી સોસાયટીમાં રહેતા અને જેસીબી ભાડે આપવાનો વ્યવસાય કરતા મોહન વણઝારાનો પુત્ર કરણ રાત્રે ઘરેથી નિકળ્યો હતો, પરંતુ મોડી રાત સુધી પરત ફર્યો નહોતો. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી હતી, પરંતુ બીજા દિવસે કરણનો મૃતદેહ નવલખી મેદાન પરથી મળી આવ્યો હતો. આ મામલે પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાઃ નોળિયાનો શિકાર કરનારા બેની ધરપકડ
વડોદરાના અંકોડીયા નજીક નર્મદા કેનાલ પાસે નોળિયાનો શિકાર કરનારા બે નાગાલેન્ડના યુવકોની વનવિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા બન્ને યુવક કેટરિંગનું કામ કરે છે. તેમણે પૂછપરછ દરમિયાન મૃત નોળિયા વિશે એવી કબૂલાત કરી હતી કે સાપને બચાવવા માટે કરેલા પથ્થરના ઘાથી નોળિયાનું મોત નીપજ્યું છે. ત્યારે પ્રશ્ન એ ઉઠી રહ્યો છેકે પથ્થરના ઘાથી એક નહીં પરંતુ બે નોળિયા કેવી રીતે મરી ગયા. હાલ પોલીસ નોળિયાનું મોત કેવી રીતે થયું તે જાણવાના પ્રયાસો કરી રહી છે.
નર્મદાઃ મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કેસમાં, પરિવારે મુક્યો હત્યાનો આરોપ
રાજપીપળા ખાતે ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાના કેસમાં મૃતકના પરિવારજનોએ મહિલાની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ મુક્યો છે. આત્મહત્યા કરનાર મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, બીજી તરફ જ્યાં સુધી હત્યાનો ગુનો નોંધવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો છે. આ કેસમાં જાણવા મળ્યા અનુસાર રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિજય સિંહ દ્વારા મૃતકની વારંવાર છેડતી કરવામાં આવી રહી હતી અને સસ્પેન્ડ કરવાની ધમકી આપી રહ્યો હતો, જેના કારણે મહિલાને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી.
હિંમતનગરઃ કિન્નર હત્યા કેસનો મામલો ઉકેલાયો
હિંમતનગરમાંથી છ મહિના અગાઉ લાપતા થયેલા કિન્નર આરતી દેનો અન્ય કિન્નરના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. આ સમગ્ર મામલામાં એવો ખુલાસો થયો છેકે ભિક્ષાની ઉઘરાણીના મુદ્દે આ કિન્નરની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યા કરનાર ચાંદની દે તથા અન્ય એકની નોઇડા ખાતેથી ધરપકડ કરી હતી, જેમાં પૂછપરછ બાદ તેમણે આ ગુનો કબુલ્યો હતો. ચાંદની દેએ રિમાન્ડ દરમિયાન પોલીસ સમક્ષ આરતી દેની હત્યા તથા તેના મૃતદેહને જમીનમાં દાટી દીધો હોવાનું સ્વીકાર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
