વસતી ગણતરીને તાજા આંકડા બાદ રાજ્યમાં ફરી સીમાંકનની શક્યતા

ગુજરાત રાજ્યના તમામ નગરો મહાનગરોમાં 2015ની ચૂંટણી નવા સીમાંકન મુજબ થશે. જેના પગલે રાજકીય સમીકરણોમાં પણ ધરખમ ફેરફાર થઈ જશે. વસ્તી ગણતરી વિભાગ અઠવાડીયામાં સત્તાવાર આંકડા જાહેર કરે પછી ચૂંટણી પંચે નવા સીમાંકન માટે આગળ વધવાની પ્રાથમિક તૈયારી કરી રાખી છે.
રાજ્યમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી. તેના પ્રોવિઝનલ આંકડાઓ પ્રસિદ્ધ થઈ ગયા હતા. હવે આગામી ટૂંક સમયમાં તમામ ગામ, નગર અને મહાનગરોના આખરી સત્તાવાર આંકડાઓ પ્રસિદ્ધ થાય તેવી શકયતા છે.
હવે 2011ની ગણતરી મુજબ વસ્તીમાં નોંધપાત્ર વધારો થતા વોર્ડની સંખ્યામાં પણ વધારો થાય તેવી પ્રબળ શકયતા છે. વોર્ડ વધવાથી વોર્ડવાઈઝ ત્રણ ત્રણ કોર્પોરેટરોની સંખ્યા વધશે. દરેક વોર્ડમાં એક બેઠક મહિલા અનામત છે. ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં રાજ્ય સરકાર મહિલાઓ માટે 50 ટકા બેઠકો અનામત કરવા માગે છે.
રાજ્યના તમામ શહેરો, જિલ્લાઓ, તાલુકાઓમાં નવું સીમાંકન થતા તેની સીધી અસર રાજકીય સમીકરણો પર પડશે. નવું સીમાંકન સરેરાશ વસ્તીના આધારે તેમજ અનામત બેઠકો જ્ઞાતિ જુથને આધારે નક્કી થાય છે. 2014ના વર્ષના અંત સુધીમાં નવી વોર્ડ રચનાની સમગ્ર કામગીરી પુરી થઈ જાય તેવી ધારણા છે. ધારાસભાની ચૂંટણીની જેમ નવું સીમાંકન રાજકીય ક્ષેત્રે કેટલાકને ફળશે જ્યારે કેટલાક માટે વિપરીત પરિસ્થિતિ ઉભી કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
