ગુજરાતના દલિત નેતા જિગ્નેશ મેવાણી કેટલી સંપત્તિના માલિક છે જાણો
હવે જિગ્નેશે કોંગ્રેસ પક્ષ જોઈન કરી લીધો છે. આવો, જાણીએ તેઓ કેટલી સંપત્તિના માલિક છે.
નવી દિલ્લીઃ ગુજરાતના વડગામ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસને પોતાનુ સમર્થન આપ્યુ છે. રાહુલ ગાંધીની હાજરીમાં તેમણે કોંગ્રેસને પોતાનો સાથ આપવાનુ એલાન કર્યુ છે. મંગળવારે મેવાણી કોંગ્રેસ પક્ષમાં શામેલ થવાના હેતુથી દિલ્લી આવ્યા પરંતુ અપક્ષ ધારાસભ્ય હોવાથી કોઈ કારણોસર પાર્ટીમાં શામેલ થઈ શક્યા નહિ. તેમણે મીડિયા સામે સ્પષ્ટ કહ્યુ કે હવે તે પોતાનુ સમર્થન કોંગ્રેસને આપશે. જિગ્નેશ મેવાણી ગુજરાતમાં એક સામાજિક કાર્યકર્તા અને નેતા તરીકે કામ કરે છે. તેમણે વર્ષ 2017માં અપક્ષ ઉમેદવાર બનીને વડગામ વિધાનસભા સીટથી ચૂંટણી લડી અને જીત મેળવી. જિગ્નેશ મેવાણી દલિત પરિવારમાંથી આવે છે. તેમને દલિત અધિકારોના નેતા પણ માનવામાં આવે છે. હવે જિગ્નેશે કોંગ્રેસ પક્ષ જોઈન કરી લીધો છે. આવો, જાણીએ તેઓ કેટલી સંપત્તિના માલિક છે.

ઉના આંદોલનથી બન્યા નેતા
વર્ષ 1980માં ગુજરાતના મહેસાણામાં જન્મેલા જિગ્નેશ અંગ્રેજી સાહિત્યમાં ગ્રેજ્યુએટ થયા છે અને વકીલ હોવા સાથે-સાથે પત્રકાર પણ રહી ચૂક્યા છે. 2016માં ગુજરાતમાં મરેલી ગાયની ચામડી કાઢનાર અમુક યુવકોની મારપીટ બાદ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હત, આ આંદોલનની આગેવાની જિગ્નેશ મેવાણીએ કરી હતી. તેમણે ગુજરાત સરકાર પર જોરદાર હુમલા કર્યા હતા ત્યારબાદ આ આંદોલનથી જિગ્નેશ મેવાણી એક દલિત નેતા તરીકે ઉભરી આવ્યા.

જાણો જિગ્નેશ મેવાણીની સંપત્તિ
વિધાનસભા ચૂંટણીમાં આપેલ સોગંદનામા મુજબ જિગ્નેશ મેવાણી પાસે 10 લાખ રૂપિયાથી વધુની સંપત્તિ છે. આમાં 1.25 લાખ કેશ અને 9 લાખની એલઆઈસી કે અન્ય વીમા પૉલિસીઓ શામેલ છે. આ ઉપરાંત તેમની પાસે કોઈ પણ પ્રકારની ખેતીલાયક જમીન, બિન ખેતીલાયક જમીન, વાણિજ્યિક ભવન અને આવાસીય ભવનના નામે સંપત્તિ નથી. વળી, મેવાણી પર કોઈનુ લેણુ પણ નથી. તે કોઈ પ્રકારનો ટેક્સ, લોન નથી ભરતા. કુલ મળીને તેમની પાસે 10.25 લાખની કુલ સંપત્તિ છે.

ભાજપ ઉમેદવારને હરાવીને જીત્યા હતા ચૂંટણી
કોંગ્રેસ જોઈન કરનાર જિગ્નેશ મેવાણીએ વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે અરજી કરી અને વડગામ વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર વિજયકુમાર ચક્રવર્તીને 19,696 મતોના અંતરથી હરાવીને વિજય મેળવ્યો. આ પહેલા તેએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા હતા પરંતુ થોડા સમયમાં જ તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતુ.
CPI leader Kanhaiya Kumar and Gujarat MLA Jignesh Mewani joins Congress in the presence of Rahul Gandhi in New Delhi pic.twitter.com/7t0tf8lqmp
— ANI (@ANI) September 28, 2021
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
