નવરાત્રી વેકેશનનો નવો ચિલોઃ વોટબેંક આધારિત નિર્ણય
ગુજરાતમાં હવે નવરાત્રી દરમિયાન પણ નવ દિવસ સુધી મીની વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરી દવે દ્વારા શાળાઓમાં મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતમાં હવે નવરાત્રી દરમિયાન પણ નવ દિવસ સુધી મીની વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરી દવે દ્વારા શાળાઓમાં મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તેમણે નવરાત્રી દરમિયાન વિદ્યાર્થીઓ માટે નવ દિવસની રજા જાહેર કરી હતી. પરંતું, ખરેખર આશ્ચર્ય એ છે કે, રાજ્યના રાજ્યકક્ષાના પ્રધાનના આ નિર્ણયથી ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ અજાણ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ અંગે પુછવામાં આવતા તેમણે પોતે આ બાબતથી અજાણ હોવાનું જણાવ્યું હતું. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આ તે કેવી સરકાર જેમાં મંત્રીઓ મહત્વની જાહેરાત કરે જેનાથી રાજ્યભરના લોકો માહિતગાર હોય અને ખુદ મુખ્યમંત્રીને જાણ ન હોય! મુખ્યમંત્રીના આ જવાબને લઈને સરકારમાં સંકલનનો અભાવ હોવાની વાતો વહેતી થઈ છે.

રાજ્યમાં ખાડે ગયેલું શિક્ષણ
રાજ્યનું શિક્ષણ ખાડે ગયેલું છે. એક રીતે કહીએ તો, રાજ્યમાં શિક્ષણના ખાનગીકરણની સાથે સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણનો પણ અભાવ છે. પુરતી શાળાઓ અને શિક્ષકોની પણ અછત છે. વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસક્રમ પણ નિયત સમય મર્યાદામાં પુર્ણ કરવામાં આવતો નથી ત્યારે, ખરેખર રાજ્ય સરકારે આ રીતે નવ નવ દિવસના મીની વેકેશન આપવાની પ્રથા ખોટી છે. ખુદ વાલીઓ શિક્ષણ માટે ખાનગી સંસ્થાઓના મુદ્દે મેદાને પડેલા છે ત્યારે, સરકારના આ નિર્ણયથી વાલીઓમાં રોષ છે.

નવરાત્રી વેકેશનની માઠી અસર વર્તાશે
રાજ્ય સરકાર શિક્ષણમાં વોટબેંકની રાજનીતિ કરીને હિંદુંઓને ખુશ કરવા માટે અને હિંદું વોટ બેંકને અંકે કરવા વિદ્યાર્થીઓના અને ભાવિ પેઢી સાથે ખિલવાડી કરી રહી હોવાનો પ્રબુદ્ધ નાગરિકોમાં મત પ્રવર્તે છે. નવરાત્રી બાદ નજીકના સમયમાં જ દિવાળીનું વેકેશન જ્યારે આવી રહ્યું છે ત્યારે, આ રીતે નવરાત્રીનું વેકેશન આપીને સરકાર વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર ઉભી કરી રહી હોવાનો મત પણ જોવા મળી રહ્યો છે. જો સરકાર વારે તહેવારે આ રીતે વેકેશન અને જાહેર રજાઓ ઉભી કરવા માંગતી હોય તો વાલીઓ પાસેથી શિક્ષણના નામે અને હોસ્ટેલોના નામે ઉઘાડી લૂંટ કરી તોતિંગ ફી કેમ વસુલવામાં આવે છે. શું આ ઓછું શિક્ષણ મળશે તેના બદલામાં ફીમાં કોઇ ઘટાડો કરવામાં આવશે તેવા વેધક સવાલ પણ વાલીઓ કરી રહ્યા છે.

હિંદું મતદારોને ખુશ કરવા નિર્ણય !
ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ કથળેલી છે અને રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતનું શિક્ષણ એકથી પાંચ સ્થાને પણ નથી. ત્યારે, વિદ્યાર્થીઓને મજબુત બનાવવા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે નક્કર આયોજન અને પગલાં લેવાં જોઇએ, તેના બદલે ગુણોત્સવ અને પ્રવેશોત્સવના રાજકીય તાયફા કરીને સંતોષ માનતી રાજ્ય સરકારે હવે હિદું મતદારોની ખુશી મેળવવા નવ દિવસ સુધી વેકેશન જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. ખરેખર આ તુષ્ટિકરણની નીતિથી વિશેષ કંઇજ નથી. બાળકોના મનોરંજનને ધ્યાનમાં રાખીને એક કે બે દિવસનું વેકેશન આપવાની જગ્યએ સરકારે મનઘડંત રીતે નવ દિવસનું વેકેશન જાહેર કર્યુ છે તેનાથી બાળકોના માનસ પર અને શિક્ષણ પર માઠી અસર પડશે તે પણ સરકારે ધ્યાને લીધું નથી.

સરકારમાં પણ સંકલનનો અભાવ
એક તરફ સરકારના આ નિર્ણયથી ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ વાકેફ નથી. ત્યારે, રાજ્યમાં વહિવટીતંત્ર કોના ભરોસે અને કોના ઇસારે ચાલતું હશે તે પણ એક સવાલ છે. નવ દિવસના વેકેશન અંગેનો નિર્ણય કેબિનેટમાં ચર્ચાયા વગર લેવાય છે. રાજ્યકક્ષાના પ્રધાન આ નિર્ણય જાહેર કરે છે તે સરકારમાં પણ સંકલનનો અભાવ હોવાનું સ્પષ્ટ કરે છે.

વિદ્યાર્થીઓના હિતને વોટબેંક સાથે જોડાયો ?
ગુજરાતમાં પણ બેરોજગારી અને ગુણવત્તાયુક્ત પ્રોફેશનાલિઝ્મનો અભાવ છે. ત્યારે, સરકારે યુવાનો અને વિદ્યાર્થીઓને મહત્તમ શિક્ષણ અને અભ્યાસ સાથે સંકળાયેલા રહે તેવા પ્રયત્ન કરવાની જગ્યાએ સરકારે આ પ્રકારનો તઘલકી નિર્ણય કર્યો તેના મિશ્ર પ્રત્યાઘાત પણ જોવા મળી રહ્યા છે. પરંતું, સરકાર વિદ્યાર્થીઓના હિતને વોટબેંક સાથે જોડે છે તે રાજ્યની જનતા માટે અને ભાવિ પેઢી માટે નુકસાનદેહ સાબિત થઇ શકે છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
