ગાંધીનગરના બહિયલમાં નવરાત્રિ દરમિયાન પથ્થરમારો થતા તણાવ
નવરાત્રિ ઉત્સવની વચ્ચે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાંથી એક ચિંતાજનક અને હિંસક અથડામણનો બનાવ સામે આવ્યો છે.
ગામમાં ચાલી રહેલા ગરબા મહોત્સવ દરમિયાન અચાનક બે જૂથ વચ્ચે મામલો ગરમાયો હતો, જેણે તંગદિલીભરી સ્થિતિ પેદા કરી છે.

અહેવાલો અનુસાર, બહિયલ વિસ્તારમાં માતાજીની ગરબી ચાલી રહી હતી. આ સમયગાળા દરમિયાન ટોળાએ અચાનક ત્યાં ધસી આવીને ગરબા સ્થળ પર પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આ ઘટનાને કારણે ગરબાના આયોજનમાં અફરાતફરી મચી ગઈ હતી અને કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાના પણ અહેવાલ છે.
પથ્થરમારા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી. ટોળાએ કથિત રીતે બે થી ત્રણ દુકાનોને આગ લગાવી દીધી હતી અને ત્યાં લૂંટફાટ પણ ચલાવી હોવાના અહેવાલો છે. આ સિવાય વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલ છે.
આ ઘટનાના પગલે સમગ્ર બહિયલ ગામમાં તંગદિલીનો માહોલ છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ હિંસક અથડામણ પાછળના ચોક્કસ કારણો અને તેમાં સામેલ લોકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગણી થઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
