નરોડા હત્યાકાંડ:અમિત શાહે માયા કોડનાનીના પક્ષમાં આપ્યું નિવેદન
નરોડા ગામ રમખાણો: અમિત શાહે સેશન્સ કોર્ટમાં માયા કોડનાની સાક્ષી તરીકે હાજરી આપી.
2002ના નરોડા ગામ રમખાણો મામલે માયા કોડાનાનીએ કોર્ટને નિવેદન આપ્યું હતું કે, અમિત શાહનું નિવેદન તેમને નિર્દોષ સાબિત કરવામાં મદદરૂપ થઇ શકે છે. નોંધનીય છે કે, આ મામલે માયા કોડનાની મુખ્ય આરોપીઓમાંના એક છે. માયા કોડનાનીની અરજી પર કોર્ટ દ્વારા અમિત શાહને હાજર રહેવા માટે સમન જાહેર કરવામાં આવ્યું હતું. સાથે જ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, જો આ વખતે અમિત શાહ કોર્ટમાં હાજરી ન આપી શકે તો કોર્ટ બીજી વાર સમન જાહેર નહીં કરે. આ મામલે સોમવારે સવારે અમિત શાહ સ્પેશિયલ એસઆઇટી કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને અહીં તેમણે માયા કોડનાનીના પક્ષમાં નિવેદન આપ્યું હતું.

અમિત શાહે કોર્ટમાં કહ્યું કે, રમખાણો સમયે સવારે 8.30 વાગ્યે માયા કોડનાની નરોડા ગામમાં નહીં, પરંતુ વિધાનસભામાં હાજર હતા. માયા કોડનાનીએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, વિધાનસભાથી નીકળી તેઓ જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમિત શાહ ત્યાં હાજર હતા. આ વાતની પણ પુષ્ટિ કરતાં અમિત શાહે કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું કે, હું સવારે 9.30 વાગ્યે સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો, એ સમયે ત્યાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હતું. પોસ્ટમોર્ટમ રૂમમાં મને પ્રવેશવાની પરવાનગી નહોતી, હું મૃતકોના પરિવારજનોને મળ્યો હતો. હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો ત્યારે લોકોની ભીડ જમા થઇ હતી અને રોષે ભરાયેલા લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. હોસ્પિટલથી બહાર નીકળતી વખતે હું માયાબહેનને મળ્યો હતો. પોલીસ મને અને માયાબહેનને ભીડથી દૂર અમારી ગાડી સુધી પોલીસ જીપમાં લઇ ગઇ હતી. એ સમયે 11.00-11.15 થયા હતા.
કોર્ટમાં હાજર અમિત શાહને જજે કહ્યું કે, તમે જે પણ બોલશો તે નિવેદનમાં નોંધાશે, માટે બોલતા પહેલા વિચાર કરજો અને ન સમજાય તો ફરીથી પૂછજો. અમિત શાહે પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું કે, સવારે 9.30 વાગ્યે માયા કોડનાની હોસ્પિટલમાં હાજર નહોતા. હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે 10.30ની આસપાસ મેં તેમને જોયા હતા. સાથે જ તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે, એક જ પક્ષમાં હોવાથી માયાબહેનનો બચાવ કરું છું, એ સત્ય નથી. ઉલ્લેખનીય છે કે, માયા કોડનાનીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, રમખાણો થયા એ દિવસે સવારે તેઓ વિધાનસભા ગયા હતા અને ત્યાંથી સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. એ સમયે અમિત શાહ પણ હોસ્પિટલમાં હાજર હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
