નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો, 75,329 ક્યુસેક પાણીની આવક થતા 55% ભરાયો

Sardar Sarovar Dam: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણી આવક વધતા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. ઉપરવાસમાંથી 75,329 ક્યુસેક પાણીની આવક નોંધાય છે. ડેમમાં પાણીની કુલ જાવક 39,522 છે. હાલ નર્મદા ડેમમાં પાણીનો જથ્થો 1553.16 મિલિયન ક્યુબીક મીટર છે. નર્મદા ડેમની સપાટી 121.85 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના દરવાજા 121.92 મીટરે છે.

Sardar Sarovar Dam

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો

સરદાર સરોવર નર્મદા ડેમ 55% ભરાય ગયો છે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 30 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસ માંથી પાણીની આવક થતા RBPH ના 3 અને CHPH નું 1 યુનિટી ચાલુ છે. રાજ્યમાં ચાલુ વર્ષે કુલ 51.37% વરસાદ થયો છે.

હાલ નર્મદા ડેમના દરવાજા ખોલવામાં નહિ આવે

સરદાર સરોવર નર્મદા ડેમમાં દરવાજા સુધી પાણી પહોંચવાની તૈયારીમાં છે. હાલ દરવાજા ખોલવામાં નહિ આવે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. નર્મદા ડેમ 55% ભરાતા લોકોને પીવાના પાણીની તકલીફનો સામનો નહીં કરવો પડે. લોકોને પીવાનું પાણી મળી રેહ તેટલો જથ્થો સ્ટોર કરી લેવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X