મારા મત મુજબ ધર્મનિરપેક્ષતાની પરિભાષામાં ભારત પ્રથમ છે: નરેન્દ્ર મોદી

narendra-modi-gujarat
ગાંધીનગર, 10 માર્ચ: વ્હોર્ટન દ્રારા આમંત્રણ રદ કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના સ્થાનિક સમય અનુસાર શનિવારે સાંજે આઠ વાગે અમેરિકાના રાજ્ય ન્યૂજર્સી, શિકાગો, ઇલિનોઇસ, એડીસનમાં વસેલા ભારતીયોને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધ્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારા મત મુજબ ધર્મનિરપેક્ષતાની પરિભાષામાં ભારત પ્રથમ છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગર્વપૂર્વક કહ્યું હતું કે 19મી સદી યૂરોપીયન દેશો માટે હતી પરંતુ 21મી સદી આપણા માટે છે.

એનઆરઆઇઓને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાત વિકાસનું મોડલ બની ગયું છે. તેમને વિદેશોમાં રહેતા ભારતીયો પ્રત્યે આદર સન્માન વ્યક્ત કર્યો હતો. તેમને એનઆરઆઇઓને કહ્યું હતું કે તમે ભારત આવો અને દેશ માટે થોડું યોગદાન કરો. દેશના ગ્રામીણ સમાજના વિકાસ માટે સ્કૂલ, હોસ્પિટલ અને બીજી સુવિધાઓ પુરી પાડો. તમારી પાસે આશા છે.

તેમને કહ્યું હતું કે મહાકુંભ જેવું શાનદાર આયોજન ભારતમાં થાય છે. યુરોપના કેટલાક દેશો જેટલી જનસંખ્યા કુંભમાં ગંગા કિનારે છે. મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવતાં તેમને કહ્યું હતું કે ભારતમાં દરેક દેવી-દેવતાઓ પાસેથી કોઇ સંદેશ મળે છે. ભગવાન શિવ પાસેથી આપણને ઝેર પીવાનું અને ઝેર પચાવવાની પ્રેરણા મળે છે. આપણે ખામીઓ અને કટુતાને પચાવીને પોતાના મન મંદિરમાં અમૃતસરને ભરવો જોઇએ.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ 21મી સદીમાં આખી દુનિયા ભારત તરફ જોઇ રહી છે. મંદીના સમયે ગુજરાતના વિકાસે આશાનો સંચાર કર્યો. આખું જગત ગુજરાતના વિકાસને જોઇ રહ્યું છે. ભારત સરકારની યોગ્યતા વિકાસ બજેટ 1000 કરોડ રૂપિયા છે જ્યારે અમારા નાના રાજ્યનું બજેટ 800 કરોડ છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હવે ગુજરાતના લોકો સમજી ગયા છે કે બધી સમસ્યાઓનું સમાધાન વિકાસ છે. અમારી પાસે યુવા શક્તિનો ભંડાર છે તેનો ઉપયોગ કરી વિકાસ કરવો જોઇએ. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા લઇ યુવાઓએ આજે દેશને વિકાસના માર્ગે લઇ જવાનો સંકલ્પ લેવો જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X