આજે નરેન્દ્ર મોદી સુરતમાં કૃષિ મોલનું ઉદઘાટન કરશે

આ અંગે માહિતી આપતા સુરત એપીએમસીના ચેરમેન રમણ જાનીએ જણાવ્યું છે કે "કૃષિ સમૃધ્ધિ એ જ આર્થિક સમૃધ્ધિની અવિરત આગેકૂચ'ના સૂત્રને સાર્થક કરવા સાથે રિંગ રોડ સહરા દરવાજા ખાતે ખેત ઉત્પાદનનો રીટેલ મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મોલમાં ખેડૂતો દ્વારા સીધું ગ્રાહકોને જ શાકભાજી વેચવામાં આવશે તેમજ તેમના દ્વારા આ સ્થળ પરથી પોતાના ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવી હોય તો તેની પણ સુવિધા તેમને મળી રહેશે. ચાર બેન્કોની શાખાઓ પણ આ સ્થળે કાર્યરત થશે અને વિદેશ વેપાર માટેની પાયાની આવશ્યકતા અને તેની જાણકારી માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે."
આ કાર્યક્રમમાં હાજર રહેવા રાષ્ટ્રીય રાજકારણમાં આ નવી જવાબદારી પછી મોદી બુધવારે પહેલીવાર સુરતમાં આવી રહ્યાં છે. તેમનું રેડકાર્પેટ સ્વાગત કરવા માટે શહેર ભાજપે તૈયારી આરંભી દીધી છે. એરપોર્ટ ઉપર જ ભવ્ય કાર્યક્રમ યોજવાની સાથે હજારો યુવાનોની બાઈક રેલી કાઢવાનું પણ નક્કી કરાયું છે.
શહેર ભાજપના વર્તુળોના કહેવા પ્રમાણે બુધવારે મોજી એરપોર્ટ ઉપર આવશે. ત્યાં જ તેમનું 10થી 15 હજાર લોકોની હાજરીમાં જાહેર અભિવાદન કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો છે. તદુપરાંત મુખ્યમંત્રી એરપોર્ટ ઉપરથી રવાના થાય તે પહેલાં ત્યાંથી 2500 યુવાનોની બાઇક રેલી પણ રવાના કરાવાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
