નરેન્દ્ર મોદી 8મી ડિસેમ્બરે 8 સભાઓ ગજવશે

આહવાથી જાહેરસભા સંબોધી મોદી 10.15 કલાકે વાંસદા, ડાંગ જીલ્લામાં, બપોરે 11.30 કલાકે વાપીમાં જાહેરસભા સંબોધશે. બપોરે 1.15 કલાકે પંચમુખા હનુમાન, ગારીયાધાર, ખાતે, બપોરે 2.30 કલાકે ખરીદ-વેચાણ સંધ, તલાલા ખાતે, 4.00 કલાકે માર્કેટયાર્ડ, લાલપુર ખાતે જાહેરસભાને સંબોધશે. ચૂંટણી પ્રચાર કાર્યક્રમના અંતમાં મુખ્યમંત્રી ગાંધીનગર જીલ્લામાં સાંજે 7.00 કલાકે કલોલ અને 8.00 કલાકે માણસા ખાતે જાહેરસભાને સંબોધશે.
ભાજપના ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના ચૂંટણી પ્રચારાર્થે ભાજપાના રાષ્ટ્રીય નેતા અને લોકસભાના વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ 8 ડિસેમ્બરના રોજ ગુજરાતના એક દિવસીય ચૂંટણી પ્રવાસે આવી બે જાહેરસભાઓને સંબોધશે. તેઓ બપો3.30 કલાકે અમૃત પ્લોટ, ગુરૂકુલ સ્કૂલ નજીક, ઉંઝા રોડ વિસનગર ખાતે જાહેરસભાને સંબોધશે. રાત્રે 8.00 કલાકે જનતાનગર કોમન પ્લોટ, સાબરમતી-મહેસાણા હાઈવે, ચાંદખેડા ખાતે જાહેરસભા સંબોધી મોડી રાત્રે દિલ્હી જવા રવાના થશે.
ગુજરાતમાં ભાજપ તરફી કમળલહેર ઉભી કરવા ભ્રમણ કરી રહેલા ભાજપા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા અને ગુજરાતના રાજયસભાના સાંસદ સ્મૃતિ ઈરાની 8 ડિસેમ્બરના રોજ 9 સ્થાનો પર જાહેરસભાઓને સંબોધન કરી જનતા જનાર્દનને વિકાસને અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વને સમર્થન આપવા હાકલ કરશે. સ્મૃતિ ઈરાની 8 ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રચારનો પ્રારંભ સવારે વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે સવારે 8.30 કલાકે, 9.45 કલાકે મોગરાવાડી વલસાડ ખાતે, 11.00 કલાકે પાનવાડી ગામ વ્યારા ખાતે, 12.15 કલાકે પેથા ગ્રાઉન્ડ ડેડીયાપાડા ખાતે જાહેરસભા સંબોધશે. ત્યાર બાદ બપોરે 1.45 કલાકે જાનોર ગામ, વાગરા, 3.00 કલાકે બુહારી મુખ્ય બજાર મહુવા ખાતે, ૪.૧૫ કલાકે કૈલાસ સિનેમા નજીક માંગરોલ ખાતે, સાંજે 5.30 કલાકે સાયન સુગર ફેક્ટરી ઓલપાડ અને સાંજે 6.45 કલાકે કરંજ વિધાનસભામાં સભા સંબોધશે.
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમભાઈ રૂપાલા 8 ડિસમ્બરના રોજ ગુજરાતમાં 6 જાહેરસભા સંબોધશે. બનાસકાંઠા જીલ્લાના ઢીમા ખાતે સવારે 10.00 કલાકે જાહેરસભા સંબોધી તેઓ ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. રૂપાલા બપોરે 12.00 કલાકે સમાઉ, કાંકરેજ વિધાનસભા, 2.15 કલાકે પાટણ જીલ્લાના બાલીસણા ખાતે, 4.00 કલાકે મહેસાણા જીલ્લાના કહોડા ખાતે, સાંજે 5.00 કલાકે પાટણ જીલ્લાના બીલીયા ખાતે સભાને સંબોધન કરશે. મહેસાણા શહેરમાં વિવેકાનંદ ચોક ખાતે સાંજે 7.00 કલાકે જાહેરસભા સંબોધી ગાંધીનગર પરત ફરશે.
રાજયના મત્સ્યપ્રધાન પુરષોત્તમભાઈ સોલંકી 8 ડિસેમ્બરના રોજ ચાર સ્થાનો પર જાહેરસભાઓ સંબોધશે. તેઓ સવારે 10.00 કલાકે ધ્રાંગધ્રા ખાતે, બપોરે 12.00 કલાકે ખારાગોડા પાટડી ખાતે, 1.00 કલાકે મેતલ ગામ, બલદાણા (કાંસવીલા) અને 2.00 કલાકે ધંધુકા ખાતે જાહેરસભાને સંબોધશે.
ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ તેમજ મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલ અને ટીવી કલાકાર સુચિતા ત્રિવેદી કલોલ કે.આઈ.આર.સી. કોલેજ, સિંદબાદ હોટલ, કલોલ ખાતે બપોરે 3.00 કલાકે મહિલા સંમેલનમાં હાજરી આપી સંબોધન કરશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
