ગ્રોથ સ્ટ્રેટેજી અને વિઝનનો અભાવ દર્શાવતું બજેટ: મોદી

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ શાસિત યુપીએ સરકારના કાર્યકાળના અંતિમ વર્ષના આ બજેટમાં દેશના વિકાસ માટેના જનતાના સપનાનો કોઇ આવિર્ભાવ નથી અને જાણે યુપીએ સરકાર એક વર્ષનો સમય પસાર કરવા સિવાય જનતા સાથે કોઇ સંવેદના ધરાવતી નથી એની પ્રતીતિ થાય છે. ભારતના અર્થતંત્ર સામેના પડકારો ઝીલીને અને પ્રવર્તમાન સમસ્યાઓના સમાધાન માટે વિશ્વસનિય પગલાં અને રાજકીય ઇચ્છાશકિતથી લાંબાગાળાના વિકાસ માટેની આખરી તક પણ યુપીએ સરકારે કૌભાંડો, પ્રશાસનની અક્ષમતા અને લકવાગ્રસ્ત નીતિઓમાં ઘેરાઇને ગૂમાવી દીધી છે.
મોદીએ વધુ પ્રહારો કરતા જણાવ્યું કે વૈશ્વિક મંદીના રોદણાં રોવાથી ભારતની અર્થવ્યવસ્થા સુધરવાની નથી. મોંઘવારીમાં પીસાઇ રહેલી દેશની જનતા સામે જે સમસ્યાઓ વિકરાળ બનીને ઉભી છે તેના નિરાકરણ માટે નિર્ણાયક અને હિંમતભર્યા પગલા ભરવાને બદલે કેન્દ્ર સરકારનાં આ બજેટે દેશની જનતાને નિરાશા અને હતાશામાં ધકેલી દીધી છે. ભારતના અર્થતંત્રના GDP વિકાસ વૃધ્ધિ માટે આવશ્યક નાણાંકીય શિસ્તનું વ્યવસ્થાપન, બિનવિકાસલક્ષી ખર્ચા ઉપર નિયંત્રણ અને કરકસરની કાર્યયોજના, રાજકોષીય ખાદ્ય ઘટાડવાની નાણાંકીય વ્યૂહરચનાની કોઇ પ્રતીતિ આ બજેટ કરાવી શકતું નથી.
આપણો દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ હોવા છતાં, દેશના કરોડો યુવાનોને વિકાસમાં પ્રેરિત કરવાની વાત તો બાજુએ રહીં, તેના કૌશલ્ય વિકાસ અને રોજગાર-નિર્માણના અવસરો માટે મશ્કરીરૂપ જોગવાઇઓ કરીને યુવાશકિતની ઘોર ઉપેક્ષા થઇ છે. સામાજિક સેવાઓ અને માળખાકીય સુવિધાઓ માટેના પૂંજીનિવેશ મેળવવા માટેની કોઇ ગંભીરતા બજેટમાં દેખાતી નથી એમ મોદીએ જણાવ્યું હતું.
વર્તમાન કેન્દ્ર સરકારનું અર્થવ્યવસ્થાપન દેવાળીયું છે અને દેશના રાજ્યોના કુલ દેવા કરતાં પણ કેન્દ્રનો દેવાનો બોજો વધારે છે, પરંતુ કેન્દ્રીય સરકાર રાજ્યોને વિકાસ માટે પ્રોત્સાહનો આપવાને બદલે, વહાલા-દવલાની વોટબેન્કની રાજરમત કરીને ઇરાદાપૂર્વક નિરૂત્સાહ દાખવતી રહી છે. રાજ્યોનાં કેન્દ્રના અર્થતંત્ર માટેના યોગદાનને પ્રેરિત કરવા માટે કોઇ નીતિદર્શન દેખાતું નથી. કૃષિવિકાસ, ગ્રામવિકાસ, ગરીબ અને વંચિતોના વિકાસની જીવન સુધારણા માટે કોઇ નક્કર પ્રતિબધ્ધતા પણ બજેટમાં દ્રષ્ટિગોચર થતી નથી.
મોદીએ જણાવ્યું કે એકંદરે યુપીએ સરકારની પાંચ વર્ષની પ્રશાસનિક અકર્મણ્યતા (નોન પરફોર્મન્સ ઓફ ગવર્નન્સ)નો આ જીવંત દસ્તાવેજ છે જેણે 'આમઆદમી'ને ઘોર નિરાશા સિવાય કશું આપ્યું નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
