મોદીએ કહ્યું આપણે સૌએ ભારતમાતાનું ઋણ ચૂકવવાનું છે
ગાંધીનગર, 4 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતે ઓડિશાના બિઝનેસમેન ડો. ગુપ્તાના પુસ્તકનું વિમોચન કર્યું હતું. વિમોચન દરમિયાન પોતાનું પ્રવચન આપતા નરેન્દ્રી મોદીએ ગુજરાતના વિકાસના રાગ યથાવત રાખ્યો હતો. સાથે સાથે તેમણે ઉપસ્થિત લોકોને દેશના વિકાસ થકી ભારતમાતાના કર્જને ચૂકતે કરવાનું આહ્વાન કર્યું હતું.
મોદીએ દેશના વિકાસના મુદ્દા પર ભાર મુકીને જણાવ્યું કે 'અનિવાર્ય છે કે આપણે આઉટપુટના બદલે આઉટકમ પર ફોકસ કરીએ. ત્યારે જ સાચા પરિણામને પામીશું.' મોદીએ જ્યોતિગ્રામ યોજનાનું ઉદહરણ આપી જણાવ્યું કે આ યોજના થકી લોકોના ઘરમાં વીજળી તો આવી ગઇ, પરંતુ તેનાથી તેમના જીવન પર શું અસર પડી તે વધારે મહત્વનું છે. મિત્રો તેના થકી જે હકારાત્મક પરિણામો આવ્યા છે તેનાથી અમને એવું લાગે છે કે કંઇક વિકાસ થયો છે.'

તેમણે જણાવ્યું કે લોકો અગલ અલગ રાજ્યોથી ગુજરાતમાં આવે છે, તેમનામાં જે વિકાસની સ્પર્ધા છે તે થવી જોઇએ. બધાને એ દિશામાં જવું જોઇએ. ગુજરાતને ગર્વ છે કે ડેવલપમેન્ટને સેટ કરવામાં તે અગ્રેસર છે અને એના કારણે લોકો ગુજરાતમાં ચર્ચા કરવા આવી રહ્યા છે અને હજી આવવું પડશે.
મોદીએ જણાવ્યું કે એક પૂર્ણ રીતે આપણે રિસોર્સને જોઇએ તો આપણે એક ઉત્તમ પ્રકારનું ઉપ્તાદન કરી શકીશું. જ્યાં કોલસા છે ત્યાં વીજળી માટે કારખાનું બનાવવું જોઇએ. અત્યાર સુધી આપણે કોલસો ક્યાયથી કાઢતા હતા અને તેને બીજા રાજ્યમાં લઇ જઇ તેની વીજળી બનાવતા હતા. મોદીએ જણાવ્યું કે મારા કહેવાનું તાત્પર્ય એ છે કે નેચરલ રિસોર્સિસ, સ્કીલ રિસોર્સિસ, એજ્યુકેશન, નીડ વગેરે વગેરે. આ દેશ પાસે બધું જ છે. માટે તો એક સમયે દેશ સોનાની ચીડીયા રહ્યું હતું. મિત્રો બસ તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે.
તેમણે જણાવ્યું કે હમણા ગુપ્તાજીએ કહ્યું કે 'મોદીજીએ ગુજરાતનું ઋણ ચૂકતે કરી દીધું છે હવે તેમને દેશનું ઋણ ચૂકતે કરવાની જરૂર છે. જેના માટે મોદીએ કહ્યું કે આપણે સૌએ ભારત માતાના ઋણને ચૂકાવવાનો છે માત્ર મોદીને નહીં. માટે આપણે સૌ કેવી રીતે તેનું ઋણ અદા કરીએ તે અંગે સૌએ લાગી જવું જોઇએ. જેથી આવનાર પીઢીઓ પર કોઇ ઋણ ના રહે. મોદીએ છેલ્લે છેલ્લે પુસ્તકના લેખક ડો. ગુપ્તાજીને શુભેચ્છાઓ આપી. તેમણે જણાવ્યું કે ગુપ્તાજીએ પોતાનો બિઝનેસ ધંધો છોડીને લેખનના કાર્યમાં લાગી ગયા હતા. અને ધંધો પોતાના પુત્રોને સોંપીને તેઓ હવે માત્ર લેખક રહી ગયા છે. મોદીએ તેમના પુસ્તક બદલ અભિનંદન પાઠવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
