હૈદ્રાબાદ બોમ્બ બ્લાસ્ટ પર નરેન્દ્ર મોદીએ ઉંડો શોક વ્યક્ત કર્યો
ગાંધીનગર, 22 ફેબ્રુઆરી: ગુરૂવારે હૈદ્રાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉંડો શોક વ્યક્ત કર્યો છે. તેમને ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે આ બનાવ ખૂબ જ નિંદનીય કામ છે. આ ઘટના પર મને ખૂબ જ દુખ છે આ ઘટનામાં મૃત્યું પામેલા લોકોને ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના ઘરવાળાઓને આ દુખ સામે લડવા માટે શક્તિ પુરી પાડે. દેશે અત્યારે એક થઇ આ દુખનો સામનો કરવાની જરૂરિયાત છે.
તો બીજી તરફ આ પ્રકારની શોક સંવેદના વડાપ્રધાન કાર્યાલયમાં આવી હતી. આ ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે સરકાર તરફથી 50-50 હજાર અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે સાંજે સાત વાગે હૈદ્રાબાદના દિલસુખ નગર વિસ્તારમાં શ્રેણીબદ્ધ બે બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં લગભગ 14 લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર છે જ્યારે 50થી વધુ લોકોને ઇજા પહોંચી છે.

ઇજાગ્રસ્તોને સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં દેશભરમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે. આ એક આતંકવાદી ધટના છે આ વાતની પુષ્ટિ ગૃહમંત્રાલય દ્રારા કરવામાં આવી છે.
બોમ્બ વિસ્ફોટ ટિફિન બોમ્બ હતો માટે કહેવામાં આવે છે કે આ ધમાકામાં ઇન્ડિયન મુજાહિદ્દીનનો હાથ છે તેને આતંકવાદી અફઝલ ગુરૂની મોતનો બદલો લેવા માટે આ વિસ્ફોટ કરવ્યો છે. જો કે હજુ સુધી આ અંગે અધિકારીક પુષ્ટિ કરવામાં આવી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
