Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજ. સરકાર સફાઇ કામદારોને આપશે પુજારીની ટ્રેઇનિંગ

narendra modi
અમદાવાદ, 23 ફેબ્રુઆરી: ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારે એક અનોખા વિચાર અંતર્ગત માથે સફાઇ કામદાર અને માથે મેલું ઉપાડનારને મંદિરોમાં પુજારી બનાવવા માટે ટ્રેઇનિંગ આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે યોજના બનાવી છે કે સફાઇ કામદારો અને મેલું ઉપાડનાર દલિતોને હિન્દુ રીતિ-રિવાજ અનુસાર ટ્રેઇનિંગ આપવામાં આવશે જેથી તેઓ મંદિરમાં પુજારીની ફરજ જાતે નિભાવી શકે.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓઇ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતના સફાઇ કામદારો અને માથે મેલું ઉપાડનાર વર્ગને સોલા ભાગવત પીઠ અને સોમનાથ સંસ્કૃત વિદ્યાપીઠમાં વૈદિક રીતે પુજારી બનાવવાની ટ્રેઇનિંગ આપવામાં આવશે.

અહેવાલ અનુસાર આ મામલે પહેલ કરતા સામાજિક ન્યાય વિભાગે 2013-14ના બજેટમાં 22.50 લાખની રાશિ નિર્ધારિત કરી છે. ગુજરાત સરકારનું આયોજન એ છે કે આ પ્રકારે દલિત વર્ગના લોકો એ હદ સુધી સક્ષમ થઇ જાય કે તેઓ મંદિરમાં પુજા પણ કરી શકે અને સાથે સાથે લગ્નવિધિ પણ કરાવી શકે.

ગુજરાત સરકારની આ પહેલને ભરપૂર સમર્થન મળી રહે તેવી આશા છે કારણ કે મોદી ખુદ ઓબીસી સમુદાયમાંથી આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X