'લાલન કોલેજ વિ. લાલ કિલ્લોઃ અહિંયા આશા ત્યાં નિરાશા'
ભુજ, 14 ઑગસ્ટઃ ભુજમાં વિવેકાનંદ વિકાસ પરિષદને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ કાજે આગળ આવીને દેશ કાર્ય કરવા યુવાનોને આહ્વાન કર્યું હતું, જો કે આ તકે પણ તેઓ કોંગ્રેસ અને દિલ્હી સરકાર પ્રહાર કરવાનું ભુલ્યા નહોતા. આ તકે તેમણે કહ્યું હતું કે, 2017 માટે તમને આમંત્રણ છે, પરંતુ એ પહેલા તમારે 2014માં દેશને જવાબ આપવાનો છે.
15મી ઑગસ્ટના દિવસે આપણએ સ્વતંત્ર દિવસની ઉજવણી કરીએ છે. ગુજરાતમાં એક એવો ટ્રેન્ડ હતો કે સરકારી કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાતા હતા, શાળાના વિદ્યાર્થી આવતા, અધિકારીઓ આવતા, અન્ય લોકો આવતા અને ઉજવણી પૂર્ણ થઇ જતી. 15મી ઑગસ્ટએ દરેક ભારતીયના હૃદય સાથે જોડાયેલું છે પરંતુ એ માત્ર સરકારી કાર્યક્રમ બનીને રહી ગયો હતો, અમે તેમાંથી બહાર આવ્યા અને અમે આ ઉજવણીને ગામડાઓ સુધી લઇ ગયા અને તે વિકાસની ઉજવણી બની ગયું. અમે પહેલો કાર્યક્રમ પાટણમાં કર્યો હતો ત્યારે મીડિયા અને કોંગ્રેસે મારી ઘણી ટીકા કરી હતી, જાણે કે મે કંઇક ખોટું કર્યું છે. હું તિંરગો લહેરાવતો તો તેઓ કાળો વાવટો ફરકાવતા. જો કે બાબતને સમજવામાં થોડો સમય લાગ્યો. અમે તેમને સમજાવ્યા કે અમે જે કરી રહ્યાં છીએ તેમા જોડાઓ, મીડિયાએ આ વાત સમજી અને હું તેમનો આભારી છું.
આ તકેમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકોને એમ જ લાગે છે કે સેનામાં જવુ પડે અને ગોળીઓ ખાવી પડે, એવું નથી, દેશભક્તિ કરવા માટે નાનામા નાનું કામ કરવું પડે. સામાન્ય માનવીને સમજાવ્યું કે તે ઝાડું વાળે, અભણને અક્ષર શીખવે, તું સાદગીથી જીવે, પાણી અને વૃક્ષો બચાવે તેમાં પણ આઝાદીનું યોગદાન છે. ગાંધીના શબ્દોને ચરિતાર્થ કર્યા છે ખરા.

ભુજ વિવેકાનંદ વિકાસ પરિષદ
ભુજમાં વિવેકાનંદ વિકાસ પરિષદને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ કાજે આગળ આવીને દેશ કાર્ય કરવા યુવાનોને આહ્વાન કર્યું હતું, જો કે આ તકે પણ તેઓ કોંગ્રેસ અને દિલ્હી સરકાર પ્રહાર કરવાનું ભુલ્યા નહોતા. આ તકે તેમણે કહ્યું હતું કે, 2017 માટે તમને આમંત્રણ છે, પરંતુ એ પહેલા તમારે 2014માં દેશને જવાબ આપવાનો છે.

ભુજ વિવેકાનંદ વિકાસ પરિષદ
15મી ઑગસ્ટના દિવસે આપણએ સ્વતંત્ર દિવસની ઉજવણી કરીએ છે. ગુજરાતમાં એક એવો ટ્રેન્ડ હતો કે સરકારી કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાતા હતા, શાળાના વિદ્યાર્થી આવતા, અધિકારીઓ આવતા, અન્ય લોકો આવતા અને ઉજવણી પૂર્ણ થઇ જતી

ભુજ વિવેકાનંદ વિકાસ પરિષદ
શાળાના વિદ્યાર્થી આવતા, અધિકારીઓ આવતા, અન્ય લોકો આવતા અને ઉજવણી પૂર્ણ થઇ જતી. 15મી ઑગસ્ટએ દરેક ભારતીયના હૃદય સાથે જોડાયેલું છે પરંતુ એ માત્ર સરકારી કાર્યક્રમ બનીને રહી ગયો હતો,

ભુજ વિવેકાનંદ વિકાસ પરિષદ
અમે પહેલો કાર્યક્રમ પાટણમાં કર્યો હતો ત્યારે મીડિયા અને કોંગ્રેસે મારી ઘણી ટીકા કરી હતી, જાણે કે મે કંઇક ખોટું કર્યું છે. હું તિંરગો લહેરાવતો તો તેઓ કાળો વાવટો ફરકાવતા. જો કે બાબતને સમજવામાં થોડો સમય લાગ્યો. અમે તેમને સમજાવ્યા કે અમે જે કરી રહ્યાં છીએ તેમા જોડાઓ, મીડિયાએ આ વાત સમજી અને હું તેમનો આભારી છું.

ભુજ વિવેકાનંદ વિકાસ પરિષદ
આ તકેમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકોને એમ જ લાગે છે કે સેનામાં જવુ પડે અને ગોળીઓ ખાવી પડે, એવું નથી, દેશભક્તિ કરવા માટે નાનામા નાનું કામ કરવું પડે. સામાન્ય માનવીને સમજાવ્યું કે તે ઝાડું વાળે, અભણને અક્ષર શીખવે, તું સાદગીથી જીવે, પાણી અને વૃક્ષો બચાવે તેમાં પણ આઝાદીનું યોગદાન છે. ગાંધીના શબ્દોને ચરિતાર્થ કર્યા છે ખરા.

ભુજ વિવેકાનંદ વિકાસ પરિષદ
સંવેદના, કરૂણાની પોતાની એક શક્તિ હોય છે અને તેનો વિકાસ સ્વામી વિવેકાનંદની જન્મજંયતિ ઉજવાત હોઇએ ત્યારે આપણે સ્વયં સુધી શા માટે રહીએ, બીજાને મદદરૂપ થઇએ, મિત્રો જીવન જીવવાનો આનંદ અનેરો હોય છે.

ભુજ વિવેકાનંદ વિકાસ પરિષદ
દેશભક્તિ આઝાદ હિન્દુસ્તાનમાં આપણે જન્મ્યા છીએ. આપણને એ સૌભાગ્ય મળ્યું નથી કે આપણે આઝાદી માટે બ્રિટિશરો સાથે લડી શકીએ કે દેશ કાજે જાન ન્યોછાવર કરી શકીએ પરંતુ આપણને દેશ માટે જીવવાનો અવસર મળ્યો છે અને જો આપણને આ તક મળી છે તો પછી આપણે શા માટે દેશ કાજે ના જીવીએ.

ભુજ વિવેકાનંદ વિકાસ પરિષદ
નાગરીક મતાધિકાર આપણામાંથી અનેક લોકો હશે બધાને ખબર છે કે 18 વર્ષની ઉમરે મતાધિકાર મળે પરંતુ તમારામાંથી કોઇ જ એ અધિકાર મેળવવા માટે નહીં ગયું હોય, પરંતુ ચૈન્નાઇ એક્સપ્રેસની ટીકિટ માટે લાઇનમાં ઉભા રહ્યાં હશો પણ મત માટે આગળ નહીં આવ્યા હોય.

ભુજ વિવેકાનંદ વિકાસ પરિષદ
ભારત વિશ્વનું નેતૃત્વ કરે તેવું સ્વપ્ન સ્વામી વિવેકાનંદે જોયું હતું. સ્વામી વિવેકાનંદના સ્વપ્ન પૂરા કરવા માટે આપણે જાગવું પડશે. સ્વપ્નની રાહ જોનારા ના સ્વપ્ન જોઇ શકે છે અને ના સ્વપ્ન સંવારી શકે છે. જાગેલો યુવાન ઉઘાડી આંખે સ્વપ્ન જોઇને આગળ વધે છે.
શું કડક ઝભ્ભા પહેરીને લોકસભા, ધારાસભામાં જઇએ કે પછી મુખ્યમંત્રી અને ધારાસભ્ય બનીએ તો જ જ દેશભક્તિ થાય, ના, આ દેશનો પ્રત્યેક નાગરીક કોઇને કોઇ રીતે દેશની સેવા કરી શકે છે. દિવસના આચરણમાં જોવું જોઇએ મારા માટે જે કર્યં તે કરવું જોઇએ મારા સિવાય અન્ય માટે કંઇ કર્યું કે નહીં, વ્યક્તિએ પોતાનો વિસ્તાર કરવો જોઇએ, અને વિસ્તાર કરવાની સૌથી મોટી જડીબુટ્ટી હોય છે, સંવેદના.
સંવેદના, કરૂણાની પોતાની એક શક્તિ હોય છે અને તેનો વિકાસ સ્વામી વિવેકાનંદની જન્મજંયતિ ઉજવાત હોઇએ ત્યારે આપણે સ્વયં સુધી શા માટે રહીએ, બીજાને મદદરૂપ થઇએ, મિત્રો જીવન જીવવાનો આનંદ અનેરો હોય છે. દેશભક્તિ આઝાદ હિન્દુસ્તાનમાં આપણે જન્મ્યા છીએ. આપણને એ સૌભાગ્ય મળ્યું નથી કે આપણે આઝાદી માટે બ્રિટિશરો સાથે લડી શકીએ કે દેશ કાજે જાન ન્યોછાવર કરી શકીએ પરંતુ આપણને દેશ માટે જીવવાનો અવસર મળ્યો છે અને જો આપણને આ તક મળી છે તો પછી આપણે શા માટે દેશ કાજે ના જીવીએ. આપણે એક લોકતંત્ર છીએ અને આપણી પાસે સૌથી મોટી શક્તિ મતાધિકારની છે.
નાગરીક મતાધિકાર આપણામાંથી અનેક લોકો હશે બધાને ખબર છે કે 18 વર્ષની ઉમરે મતાધિકાર મળે પરંતુ તમારામાંથી કોઇ જ એ અધિકાર મેળવવા માટે નહીં ગયું હોય, પરંતુ ચૈન્નાઇ એક્સપ્રેસની ટીકિટ માટે લાઇનમાં ઉભા રહ્યાં હશો પણ મત માટે આગળ નહીં આવ્યા હોય. આજે પણ 18થી 25 વર્ષના યુવા હિન્દુસ્તાનના ઘડતરમાં ભાગીદાર ના બને તો કેવી રીતે વિકાસ થાય, તેથી આપણે સંકલ્પ કરીએ હું તો આ દેશના નાગરીક તરીકેનો મારો હક મેળવીને જ રહીશ અને જેની પાસે આ અધિકાર નથી તેને પણ અપાવીશ. ભારત વિશ્વનું નેતૃત્વ કરે તેવું સ્વપ્ન સ્વામી વિવેકાનંદે જોયું હતું. સ્વામી વિવેકાનંદના સ્વપ્ન પૂરા કરવા માટે આપણે જાગવું પડશે. સ્વપ્નની રાહ જોનારા ના સ્વપ્ન જોઇ શકે છે અને ના સ્વપ્ન સંવારી શકે છે. જાગેલો યુવાન ઉઘાડી આંખે સ્વપ્ન જોઇને આગળ વધે છે.
આ તકે મોદીએ વિકાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વર્ષો પહેલા જ્યારે કોઇ મુખ્યમંત્રી ક્યાંક જાય અને 10 લાખ રૂપિયાની યોજનાની વાત કરે તો એક મોટા સમાચાર ગણાતા હતા. 20 વર્ષ પહેલા જામનગરમાં એક મુખ્યમંત્રી દ્વારા પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તે એક મોટી બાબત ગણાતી હતી, પરંતુ આજે કરોડો રૂપિયા વિકાસ અર્થે ખર્ચવામાં આવી રહ્યાં છે. અનેક લોકો એવો પ્રશ્ન પૂછી રહ્યાં છે કે મોદી પૈસા ક્યાંથી લાવે છે, પરંતુ જણાવી દઉં કે મોદી ક્યાંયથી પૈસા લાવતા નથી, આ તમારા જ છે પહેલા બીજે જતા હતા અને હવે પાછા આવી રહ્યાં છે.
છેલ્લા કેટલાક દિવસથી મને એક નવી આદત પડી છે. હુ દરરોજ મેપ જોઉં છું. મને ડર છે કે ક્યાંક દિલ્હી સલ્તનત ગુજરાતને ભારતના નકશામાંથી દૂરના કરી દે. દિલ્હી દ્વારા હંમેશા ગુજરાતના હાંસિયામાં ધકેલી દેવાના કાવાદાવા કરવામાં આવે છે. કોઇ દેશ આ દેશ હિન્દુ મજબૂત પીલર પર ઉભુ છે, આ પીલર જેટલા મજબૂત થશે તો હિન્દુસ્તાન મજબૂત થષે અને જો તમે કોઇ પીલર નબલો કર્યો તો ભારત માતા નબળા પ઼ડશે, એ સમજ દિલ્હી સલ્તનતને આવતી નથી. જે લોકો ગુજરાતની ટીકા ટીપ્પણી કરે છે, ટીવી પર કલાકો ડિબેટ કરે છે તેમને ગુજરાતે 2012માં ડિસ્ટિક્શન સાથે પરીક્ષા પાસ કરી દીધી છે. આ બધા પ્રશ્નોના જવાબ અમે ગુજરાતની જનતાને આપ્યા છે અને જુઠ્ઠાણા ફેલાવનારાને ગુજરાતની જનતાએ જવાબ આપી દીધો છે.
નરેન્દ્ર મોદીએ પડકાર ફેંકતા કહ્યું કે, 2017 માટે મારું નિમત્રણ છે, આવજો, પરંતુ હવે જવાબ આપવાનો તમારો છે, 2014માં તમારે જવાબ આપવાનો છે, અને આ દેશ જાણે છે કે કોણે-કોના માટે કર્યું છે, કોણે કોણે કર્યું છે અને કેવી કેવી રીતે કર્યું છે.
એક વાત યાદ આવી છે કે એક માતા તેના પુત્રને લગ્ન કરવા માટે પૂછી રહી હતી, ત્યારે પુત્રએ જવાબ આપ્યો કે લગ્ન તો કરવા છે પણ સરકારી જમાઇ બનવાનો મોકો મળે તેની રાહ જોવ છુ, જો આ કલ્ચર દેશમાં ઉભુ થશે તો દેશને વિનાશમાંથી કોઇ બચાવી શકશે નહીં. તેથી યુવાનો ગુજરાતે સ્કિલ ડેવલોપમેન્ટનું અભિયાન ઉપાડ્યું છે, દેશના નોજવાનોને રોજગારી મળે, સૌથી ઓછા બેરોજગાર ગુજરાતમાં છે.
તેટલું જ ગુજરાત અનેક રાજ્યના નોજવાનોને રોજગારી આપવામાં અગ્રેસર છે, આપણે વિકાસનો માર્ગ અપનાવ્યો છે. વિકાસ સિવાય શક્ય નથી. વાતોના વડા કરીને દેશને ગુમરાહ કરવામાં આવ્યો છે. દેશને નક્કર પરિણામ જોઇએ છીએ અને ગુજરાતે પહેલ કરી છે. મને દેશના ગુજરાતના નોજવાનોનો સાથ અને સહયોગ જોઇએ છીએ.
શું પહેલા કચ્છનું રણ નહોતું, શું હું મુખ્યમંત્રી બન્યો ત્યારબાદ રણનું કચ્છ આવ્યું? ભલે આપણા પ્રધાનમંત્રી કહેતા હોય કે પૈસા ઝાડ પર નથી ઉગતા, પરંતુ અમે રણમાં પણ ડોલર ઉગાડવાની તાકાત ધરાવીએ છીએ, પણ તેમને આ રણ નહોતું દેખાયું. કાલે જ્યારે 15મી ઑગસ્ટે તિંરગો લહેરાવીને સંદેશો આપવામાં આવશે, લાલન કોલેજને સાંભળજો અને લાલ કિલ્લાને સાંભળજો. લાલન કોલેજથી લાલ કિલ્લાને સીધો સંદેશ હશે. લોકો એ જાણવા ઉત્સુક હશે કે એ બાજુ શું કહેવામાં આવે છે અને આ બાજું શું કહેવામાં આવે છે. એક બાજું નિરાશા હશે તો બીજી બાજું આશા હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
