નરેન્દ્ર મોદીનું ૨૯ નવેમ્બરે એકસાથે ૨૬ વિધાનસભા ક્ષેત્રોમાં 3D સંબોધન
ગાંધીનગર, 27 નવેમ્બર : મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી 29 નવેમ્બરે એક સાથે 26 વિધાનસભા સ્થાનો પર 3D ટેકનોલોજી દ્વારા જાહેર સભાને સંબોધન કરશે.
આ અંગેની વિગતો આપતા પ્રદેશ મંત્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે ગુજરાત આધુનિકતામાં પણ સહુથી આગળ છે તેની પ્રતિતી કરાવવા માટે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિશ્વની અતિ આધુનિક 3D હોલોગ્રાફિક પ્રોજેકશન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ભાજપના પ્રચાર વૈવિધ્ય અંગે ભરત પંડયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની 3D લાઇવ સભાઓ ઉપરાંત વિકાસ રથ, ટીવી અને રેડીયોની જાહેરાતો, વીડિયો - ઓડીયો સીડી, ભાજપની વેબસાઇટ, સોશીયલ મીડીયા, હોર્ડીંગ્સ, પોસ્ટર પત્રિકા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉપરાંત 28 જેટલા રથ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોકલવામાં આવશે. આ રથમાં પણ 3D ટેકનોલોજીથી મુખ્યમંત્રીના પ્રવચનો, કોંગ્રેસના અપપ્રચાર સામે સત્ય જાહેર કરતી વાતો, કેન્દ્ર સરકારમાં કોંગ્રેસના ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દા તથા કેન્દ્રનો ગુજરાતને અન્યાય અંગે આક્રમક પ્રચાર સામગ્રી સાથે આ રથ દરેક વિધાનસભા વિસ્તારમાં ફરશે. ચાર મહાનગરોમાં અત્યારે થ્રીડી વર્ચ્યુઅલ લાઇવ રથનો પ્રયોગ ચાલી રહ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા નિર્મલા સિતારમનએ કોંગ્રેસની નકારાત્મક જાહેરખબરો એ અપપ્રચારની ટીકા કરતાં જણાવ્યું હતું કે કુપોષણના મુદ્દે માનવીય સંવેદના ભૂલીને કોંગ્રેસ જુઠાણા ચલાવે છે. આ મુદ્દે જાહેર ચર્ચા યોજાવી જોઈએ અને આવી જાહેરખબર બંધ થવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓના વાણી વિલાસ તથા અમારા રાજયો અને તમારા રાજયો એવી સરખામણી કરીને દેશની સર્વોપરિતાને બાજુ પર મુકવાનો પ્રયાસ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
