Narayan Sai bail : કોર્ટે દુષ્કર્મ કેસમાં ગુનેગાર નારાયણ સાઈને પાંચ દિવસના શરતી જામીન આપ્યા
Narayan Sai bail : બળાત્કારના કેસમાં દોષિત ઠરી જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાઈને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે તેમની માતાની ગંભીર બીમારીના કારણે પાંચ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
નારાયણ સાઈ આસારામનો પુત્ર છે અને સુરતની જેલમાં બંધ છે. તેણે અગાઉ 45 દિવસના હંગામી જામીન માટે અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેમને માત્ર પાંચ દિવસ માટે જ જામીન આપ્યા છે.

આ જામીન મંજૂર કરતી વખતે કોર્ટે કેટલીક કડક શરતો પણ મૂકી છે. મુખ્ય શરત એ છે કે નારાયણ સાઈ જામીન દરમિયાન માત્ર તેમની બીમાર માતાને જ મળી શકશે.
આ ઉપરાંત તેને આસારામના કોઈ પણ સમર્થક કે આશ્રમ સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિની મુલાકાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ શરતો પાછળનો હેતુ એ છે કે નારાયણ સાઈ જામીનનો દુરુપયોગ ન કરે અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન થાય.
નારાયણ સાઈ સામે વર્ષ 2013માં સુરતની બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં 2019માં સુરતની કોર્ટે તેમને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
ત્યારથી તે જેલમાં છે. અગાઉ પણ તેમણે વિવિધ કારણોસર જામીન માટે અરજીઓ કરી હતી, પરંતુ તે નામંજૂર થઈ હતી. આ વખતે તેમની માતાની ગંભીર હૃદયની બીમારીને કારણે કોર્ટે માનવીય દ્રષ્ટિકોણ અપનાવી આ મર્યાદિત સમયના જામીન આપ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
