ગુજરાત સરકાર અને એમેઝોન વચ્ચે MOU થયા, ૨૦૦થી વધુ દેશમાં પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકાશે!
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને ઇ-કોમર્સ કંપની એમેઝોન વચ્ચે એમઓયુ થયા છે. આ એમઓયુથી રાજ્યના એમએસએમઇ ઉદ્યોગો માટે ઇ-કોમર્સ એક્સપોર્ટના નવા દ્વાર ખુલશે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને ઇ-કોમર્સ કંપની એમેઝોન વચ્ચે એમઓયુ થયા છે. આ એમઓયુથી રાજ્યના એમએસએમઇ ઉદ્યોગો માટે ઇ-કોમર્સ એક્સપોર્ટના નવા દ્વાર ખુલશે. અમદાવાદ,વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના MSME ક્લસ્ટર્સમાં એમેઝોન ટ્રેનિંગ-વર્કશોપ વેબીનારના આયોજનથી MSME ઉદ્યોગોને B2C ઇ-કોમર્સ માટે સહાયરૂપ બનશે.

આ એમઓયુથી ગુજરાતના એમએસએમઈ ઉદ્યોગો એમેઝોનના ઇ-કોમર્સ પ્લેટફોર્મથી ૨૦૦થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે. રાજ્યના MSME ઉદ્યોગો માટે એમેઝોનના ૧૭ જેટલા ફોરેન ડીજીટલ માર્કેટપ્લેસ, બિઝનેસ ટુ કસ્ટમર્સ B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અને ગ્રાહકો સાથે સીધા વેચાણની નવી તકો ઉભી કરશે. મુખ્યમંત્રીની રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
આ એમઓયુ અંતર્ગત એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમએસએમઈ ઉદ્યોગોની મેડ ઇન ગુજરાત પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી વેચાણ થઈ શકશે.
એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ, જેમ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત હર્બલ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાતના એમએસએમઇને વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે
ઉલ્લેખનિય છે કે, ૨૦૨૦-૨૧ ના વર્ષમાં ગુજરાત દેશની કુલ નિકાસમાં ૨૧ ટકા યોગદાન સાથે એક્સપોર્ટ ક્ષેત્રે દેશનું અગ્રિમ રાજ્ય બન્યું છે. હવે આ એમઓયુ દ્વારા ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં MSME ક્લસ્ટર્સ ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના શહેરોમાં B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબીનાર તથા વર્કશોપના આયોજન કરી MSME એકમોને પોતાની પ્રોડક્ટ વિશ્વ બજારમાં પહોચડવામાં સહાયરૂપ બનશે.
આ ઉપરાંત યુ.એસ., કેનેડા, બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, યુકે, ઓસ્ટ્રૈલીયા, જાપાન, સિંગાપોર, તુર્કી અને યુએઈ જેવા ૧૭ દેશોમાં કાર્યરત એમેઝોનના ડીજીટલ માર્કેટ પ્લેસ ગુજરાતના MSME એકમો માટે બિઝનેસ ટુ કસ્ટમર્સ (B2C) ઇ-કોમર્સ એક્સપોર્ટની એટલે કે નિકાસ દ્વારા ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
