કાંતિ અમૃતિયા-ગોપાલ ઇટાલિયા ચેલેન્જ વોરમાં કોંગ્રેસની એન્ટ્રી
મોરબીની રાજકીય લડાઈ હવે વધુ ગરમાઈ રહી છે. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ચાલી રહેલા ચેલેન્જ વોરમાં હવે કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ કાંતિ અમૃતિયાને ખુલ્લો પડકાર આપતા કહ્યું છે કે, મોરબીમાં થતાં અનેક ગેરકાયદેસર બાંધકામોનો ડિમોલીશન શરૂ કરો.

તેમણે આક્ષેપ કર્યો કે, સરકાર નાની કેબિન બનાવી ને રોજગાર ચલાવતા લોકોને તંગ કરતી હોય છે, જ્યારે મોટા ગેરકાયદે કોમ્પ્લેક્સો પર કાર્યવાહી કરતી નથી. રોડ પર ગુજરાન ચલાવનારની કેબિન તોડીને છાતી ફુલાવે છે.
લલિત કગથરાએ વધુમાં જણાવ્યું કે, મોરબીમાં ઘણી બિલ્ડીંગો છે કે જેને કાયદાની ગેરહાજરીમાં ઉભી કરવામાં આવી છે. આ બિલ્ડીંગોમાં ન તો ડ્રેનેજની સુવિધા છે, ન તો પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા. આવા બાંધકામો સામે કાર્યવાહી કરો.
જણાવી દઈએ કે, આ પહેલા ભાજપના કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો, જેને ઇટાલિયાએ તરત જ સ્વીકારી લીધો હતો. હવે લલિત કગથરાના આ નિવેદનથી મોરબીની રાજકીય માદજ વધુ ગરમાઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
