મોરબીમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા
મોરબીમાં નશાના કારોબાર સામે લાલ આંખ કરતા એલસીબી પોલીસે માળિયા ફાટક પાસેથી બે શખ્સોને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 50 ગ્રામ અને 13 મિલિગ્રામ જેટલું પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજારમાં મોટી કિંમત હોવાનું સામે આવ્યું છે.

આ કામગીરીમાં ડ્રગ્સ ઉપરાંત એક કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6.55 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે.
ઝડપાયેલા શખ્સોની ઓળખ તોસિફ હુશેન બુખારી અને ઈકબાલ મુસાભાઈ ચાવડા તરીકે થઈ છે, જેઓ આ ડ્રગ્સ નેટવર્કમાં સક્રિય હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ કેસની વધુ તપાસમાં પોલીસ દ્વારા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી પોલીસની આ સફળ કામગીરીથી ડ્રગ્સ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સંગઠિત ગુનાખોરી સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાનો સંદેશ અપાયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
