બિપરજોય ધીમુ પડતા જ ચોમાસાનું સ્પીડ પકડશે, આ તારીખે ગુજરાતમાં એન્ટ્રી કરશે
બિપરજોય વાવાઝોડાએ દરિયામાંથી જમીન પર એન્ટ્રી કરતા જ ચોમાસાને લઈને એક સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર, હવે ચોમાસુ ઝડપથી આગળ વધતુ જોવા મળશે.
દક્ષિણ-પશ્ચિમના ચોમાસા 8મી જૂને કેરળમાં દસ્તક દીધી છે. જો કે વાવાઝોડા બિપરજોયને કારણે ચોમાસુ રોકાયુ હતું અને આગળ નહોતુ વધી રહ્યું. હવે સારા સમાચાર એ છે કે ચક્રવાતી તોફાન બિપરજોયની અસર ધીમી પડતા જ ચોમાસુ ફરીથી ઝડપ પકડશે.

હવામાન વિભાગ અનુસાર, 18 જૂનથી ચોમાસું ફરી એકવાર વેગ પકડશે અને દક્ષિણના ભાગોમાં ઝડપથી આગળ વધશે. આ અંગે માહિતી આપતા IMD મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યુ કે, ચક્રવાતે મોનસુન સર્ક્યુલેશનથી પોતાને અલગ કર્યુ છે. હવે ચોમાસા પર તેની કોઈ અસર નહીં થાય અને ચોમાસું સામાન્ય ગતિએ આગળ વધશે.
બીજી તરફ બિપરજોય 17 જૂને નબળુ પડશે અને ભારતને પાર કરતા જ તેની અસર સંપુર્ણપણે સમાપ્ત થઈ જશે. ત્યારબાદ દેશમાં ચોમાસાનો સારો વરસાદ જોવા મળશે.
IMD એ જણાવ્યુ છે કે, ચોમાસું ગુજરાત, યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં 25 જૂને પહોંચશે અને ત્યારબાદ 30 જૂને રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબમાં પ્રવેશ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
