9 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, લોકોએ કરી ફાંસીની માંગ
બોટાદમાં બળાત્કાર બાદ હત્યાની ઘટનાને કારણે ચકચાર મચી ગયો છે. જ્યાં એક નવ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ આરોપીએ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બોટાદમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી નાખી હતી. મૃતક બાળકીની લાશ મળ્યા બાદ પોલીસ તપાસ માટે એક ટીમની રચના કરી હતી. જે બાદ આરોપી રાજુ દેવદાસ ચૌહાણની ધરપકડ કરી હતી.
આ ઘટના 15 જાન્યુઆરીની છે. બાળકી રવિવારની બપોરથી ગુમ હતી. જે બાદ પરિવારને શોધખોળ કર્યા બાદ રાત્રે 11 કલાકે બાળકીની લાશ મળી હતી.

લોકોએ આરોપીને ફાંસી આપવાની કરી માંગ
સગીર બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી રાજેશ ઉર્ફે રાજુ દેવદાસ ચૌહાણ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંગળવારનારોજ સ્થાનિક લોકોએ રેલી કાઢીને આરોપીઓને કડકમાં કડક સજા અને ફાંસીની સજાની માંગ સાથે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. પ્રાથમિકતપાસ બાદ સગીરા પર બળાત્કાર થયાની પુષ્ટિ થઈ છે.

હત્યા અને બળાત્કાર હેઠળ કેસ નોંધ્યો
પોલીસે આરોપીઓ સામે બળાત્કાર અને હત્યાની કલમ 302 અને 376 હેઠળ કેસ નોંધ્યો છે. ડીએસપી, બોટાદ, મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે,પ્રાથમિક તપાસ બાદ બળાત્કાર અને હત્યાની પુષ્ટિ થઈ છે અને કલમ 302, 376 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
બોટાદના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), સ્થાનિક ગુના શાખા અને સ્થાનિક શહેર પોલીસે ટીમોબનાવી છે, જે આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી છે.

પ્રારંભિક તપાસમાં ગેંગરેપની પુષ્ટિ નહીં
ડીએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, રાજેશ ઉર્ફે રાજુ દેવદાસ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેણે પોતાનો ગુનોસ્વીકારી લીધો છે. જોકે પોલીસ હજૂ પણ તેની સામે પુરાવા એકત્ર કરી રહી છે, ત્યારબાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
મહર્ષી રાવલે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ મુજબ બાળકી સાથે કોઈ સંભવિત ગેંગ રેપ થયો નથી. મંગળવારના રોજ લોકોએ રેલી કાઢીનેરોડ બ્લોક કરી આરોપીઓને કડક સજાની માંગ કરી હતી.
આ ઘટનામાં એક કરતાં વધુ લોકોની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી રહીછે, એમ પોલીસે જણાવ્યું હતું. જોકે, પ્રાથમિક તપાસ મુજબ ગેંગરેપની પુષ્ટિ થઈ નથી.
-
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં









Click it and Unblock the Notifications
