જુઓ તસવીરોઃયુવીની આતશબાજી મોટેરા નિહાળી મોદીએ
અમદાવાદ, 29 ડિસેમ્બરઃ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી20 મેચમાં ભારતનો શાનદાર વિજય થયો. યુવરાજ સિંહે પોતાની આક્રમક શૈલીમાં બેટિંગ કરીને 36 બોલમાં સાત છગ્ગાની મદદથી 72 રન બનાવી મેચ નિહાળવા આવેલા ક્રિકેટપ્રેમીઓને જોરદાર મનોરંજન પૂરૂ પાડ્યું હતું. આ તકે ગુજરાતમાં વિજયની હેટ્રિક નોંધાવનાર મુખ્યમત્રી નરેન્દ્ર મોદી, અભિનેતા પરેશ રાવળ, અમિત શાહ અને નરહરી અમિન ઉપસ્થિત રહ્યાં હતા અને યુવીની આતશબાજીની મજા માણી હતી.
બેંગ્લોર ખાતેની મેચમાં મળેલા પરાજયનો બદલો ભારતે મોટેરા ખાતે લીધો હોય તેમ શાનદાર વિજય મેળવ્યો છે. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રિત કરતા યુવરાજના 72 અને ધોનીની 33 રનની શાનદાર ઇનિંગની મદદથી ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 192 રન કર્યા હતા અને પાકિસ્તાનને 193 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાન 183 રન બનાવી શક્યું હતું, ભારતની બેટિંગ ચાલી રહી હતી ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પરેશ રાવળ એકબીજાની બાજૂમાં બેઠા હતા અને જે રીતે ભારતીય બેટ્સમેનો પાકિસ્તાની બોલર્સની ધોલાઇ કરી રહ્યા હતા તેને નિહાળી રહ્યાં હતા.
મેચ દરમિયાન તસવીરોમાં કેદ થઇ ગયેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પરથી સ્પષ્ટપણે જણાઇ રહ્યું હતું કે તેઓ મેચનો ભરપૂર આનંદ અન્ય ક્રિકેટ પ્રેમીની માફક ઉઠાવી રહ્યાં છે. આ મેચમાં યુવરાજ સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

યુવીની આતશબાજી મોટેરા નિહાળી મોદીએ
ગુજરાતમાં વિજયની હેટ્રિક નોંધાવનાર મુખ્યમત્રી નરેન્દ્ર મોદી, અભિનેતા પરેશ રાવળ, અમિત શાહ અને નરહરી અમિન ઉપસ્થિત રહ્યાં હતા અને યુવીની આતશબાજીની મજા માણી હતી.

યુવીની આતશબાજી મોટેરા નિહાળી મોદીએ
મેચ દરમિયાન તસવીરોમાં કેદ થઇ ગયેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પરથી સ્પષ્ટપણે જણાઇ રહ્યું હતું કે તેઓ મેચનો ભરપૂર આનંદ અન્ય ક્રિકેટ પ્રેમીની માફક ઉઠાવી રહ્યાં છે.

યુવીની આતશબાજી મોટેરા નિહાળી મોદીએ
મેચ દરમિયાન તસવીરોમાં કેદ થઇ ગયેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પરથી સ્પષ્ટપણે જણાઇ રહ્યું હતું કે તેઓ મેચનો ભરપૂર આનંદ અન્ય ક્રિકેટ પ્રેમીની માફક ઉઠાવી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
