'મોદી ગમે તે બોલે તમે તો સરક્રીક અંગે કંઇક બોલો'
ધાનેરા, 15 ડિસેમ્બરઃ ગુજરાત વિધાન સભાના બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના ભાગરૂપે નરેન્દ્ર મોદીએ ધાનેરા ખાતે એક જાહેરસભા યોજી હતી, જ્યાં તેમણે સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા હતા, તેમજ કેન્દ્ર સરકાર સરક્રીક મુદ્દે કોઇ જવાબ કેમ નથી આવતી તેવો પ્રશ્ન કર્યો છે.
સરક્રીકના મુદ્દાને લઇને જામેલા જંગમાં મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અને કોંગ્રેસના નેતાઓ એમ કહે છે કે મોદી ખોટો મુદ્દો ઉપાડી રહ્યાં છે, મોદી ગમે તે બોલતા હોય પણ તમે તો સરક્રીકના મુદ્દા અંગે કોઇ જવાબ આપો, કોઇ ખુલાસો તો આપો. તે અંગેનું તથ્ય શું છે તે બોલો. પરંતુ નહીં તે અંગે કોઇ વાત કરી રહ્યાં નથી. આજે સરક્રીક એક ચિંતાનો વિષય છે, અને સરક્રીક ગુજરાતનો હિસ્સો માત્ર નથી મારા શરીરનું અંગ છે અને હું તેને કાપવા નહીં દઉ.
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, દિલ્હી સરકારની નજર હવે દૂધ મંડળી પર પડી છે, તેમને થયું કે આ તો મોટો ખજાનો છે, ચાલો તેને લૂંટી લઇએ એટલે તેમણે દૂધમાં 30 ટકાનો વેરો નાંખ્યો જેના કારણે ચોખ્ખો ત્રીજો ભાગ દિલ્હીની સરકારને મળી ગયો છે. સોનિયા ગાંધી ગુજરાતમાં આવીને ખેડુતો અંગે વાત કરી રહ્યાં છે કે પરંતુ તેમની કેન્દ્ર સરકાર ખેડુતોને છેતરી રહી છે. સોનિયા ગાંધી મગરના આસું ગુજરાતમાં સારી રહ્યાં છે. પરંતુ તેમને ચણાનું ઝાડ હોય કે છોડ તેની પણ ગતાગમ પડતી નથી.
તેમણે વિકાસ અંગે વાત કરતા કહ્યું કે, ગુજરાતમાં ગમે તે ખુણામાં જાઓ તમને વિકાસ જોવા મળશે, બધા કહે છે કે મોદી પૈસા ક્યાંથી લાવે છે પરંતુ આ પૈસા તો ગુજરાતના જ હતા અને છે પહેલા ગુજરાતની તિજોરીમાં કાણું હતું અને પૈસા કેન્દ્રની કોંગ્રેસ સરકારની તિજોરીમાં જતા હતાં પરંતુ હવે હું ચોકીદાર થઇને બેઠો છું અને ગુજરાતના પૈસા કોઇ બીજાની તિજોરીમાં નહીં જવા દઉં.
ધાનેરા ખાતે જાહેર મેદનીને સંબોધતી વખતે મોદીએ કહ્યું કે, પ્રથમ તબક્કાના મતદાનમાં ગુજરાતે ઇતિહાસ રચ્યો છે અને 17 તારીખે જંગી મતદાન કરીને તમે ગુજરાતની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ લખશો. 17 તારીખે તમે ધાનેરા કે બનાસકાંઠા નહીં પરંતુ ગુજરાતનું ભાગ્ય નક્કી કરવાના છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
