નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં ગ્લોબલ ટ્રેડ શૉનું ઉદઘાટન કર્યું

આ પ્રસંગે સાંસદ પરિમલ નથવાણી, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ધારાસભ્ય વજુભાઇ વાળા, નાણા મંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, ઇન્ડિયન ટ્રેડ ઓર્ગનાઇઝેશનના ચેરપર્સન રીટા મેનન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભારતીય ઉદ્યોગ જૂથના અગ્રણીઓ જેવા કે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી, રૂઇયા જૂથના ચેરમેન પવન રૂઇયા, ગ્લોબલ ટ્રેડ શોના ઉદઘાટનમાં હાજર રહ્યા હતા.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ની તૈયારીઓ અને સજાવટ જુઓ તસવીરોમાં - અહીં ક્લિક કરો
આ પ્રસંગે રાજ્યના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રસચિવ મહેશ્વર સાહૂએ જણાવ્યું કે એક્ઝિબિશનની હિસ્ટ્રી જોઇએ તો યુરોપમાં તેની શરૂઆત થઇ હતી. પેરિસનું જગવિખ્યાત એફિલ ટાવર એન્ટ્રી ગેટ હતો. એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રી જોઇએ તો જર્મની પ્રખ્યાત છે. જર્મનીના હેનોવરના ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ મોટા એક્ઝિબિશન યોજવામાં પ્રખ્યાત છે. હવે એશિયા પેસિફિક તરફ ધ્યાન દોરાયું છે. તેમાં ભારત અને ચીન પ્રમુખ છે. ભારતની વાત આવે ત્યારે તેના રાજ્યો પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
આ પ્રદર્શન અંગે 18 મહિના પહેલા 3 સૂચનો કરવામાં આવ્યા હતા. તેમાં ત્રણ હેતુ હતા. જાહેર જનતા માટે, યુવાનો માટે ફળદાયી રહે. B2Bને સ્થાને યુવાનોને ઉપયોગી. બીજું સૂચન તમામ સેક્ટર્સને આવરી લેવાનું હતું. ત્રીજું સૂચન એક્ઝિબિશનનો સમય વધારવાનું હતું આથી એક્ઝિબિશન 3ને બદલે 6 દિવસ સુધી ચાલવાનું છે. અમે તેમના સૂચનોનું પાલન કર્યું અને નરેન્દ્ર મોદીની સૂચન અનુસાર સર્વાંગી વિકાસના તમામ પરિબળોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે.
રીટા મેનને આ પ્રસંગે જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013 અને તેને સંલગ્ન ગ્લોબલ ટ્રેડ શોમાં ગુજરાતે તમામ ક્ષેત્રોના વિકાસ માટે શું કરવું જોઇએ તેનો ખ્યાલ રાખીને આયોજન કર્યું છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં વાર્ષિક અંદાજે 100 ટ્રેડ ફેર થાય છે. અમે વર્તમાનમાં સ્ટેટ ફોર આર્ટ કન્વેશન અને એક્ઝિબિશન માટેની તૈયારી કરી રહ્યા છીએ. જેનો પ્રથમ તબક્કો 2011માં પૂરો થયો છે. ટ્રેડ પ્રમોશનલ ટૂલ તરીકે ટ્રેડ એક્ઝિબિશનને ખાસ પ્રચારિત કરીએ છીએ કારણ કે તે સોથી વધુ કોસ્ટ ઇફેક્ટિવ હોય છે.
તે બિઝનેસની સાથે નવી ટેકનોલોજી અને માર્કેટ પણ પૂરું પાડે છે. જે ટ્રેડ અને બિઝનેસના વિકાસ માટે જરૂરી છે. અમે આવી ઇવેન્ટમાં મૂલ્યવર્ધન માટે ખાસ સેમિનાર પણ યોજીએ છીએ. આ માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડીએ છીએ. ITBO લોકપ્રિય ટ્રેડ ફેર છે. ગુજરાત વર્લ્ડ એક્સપોમાં સૌથી વધારે અનુકૂળ સેક્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યારે પ્રોડક્ટ સ્પેસિફિક ટ્રેડ શો પણ યોજાઇ રહ્યા છે ત્યારે અમે પણ તે દિશામાં કામ કરવા માંગીએ છીએ.
વાઇબ્રન્ટ ગુજરાતનો ટ્રેડ શો સતત વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે, તેનો અમને આનંદ છે. આવા શો માટે અમે રાજ્ય સરકારને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવા ઉત્સાહિત છીએ.
ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન અને નરેન્દ્ર મોદીનું સંબોધન નિહાળો અહીં...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
