"મોદીએ ગોધરાકાંડ બાદ હિન્દુઓને ભડકાવવા ષડયંત્ર રચ્યું હતું"

અહેસાન જાફરી આ રમખાણોમાં જ માર્યા ગયા હતા. આ આરોપ ઝાકિયાના વકીલ સંજય પરીખે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી જે ગણાત્રાની કોર્ટમાં મોદી વિરુદ્ધ દલીલબાજી કરતી વખતે મૂક્યા હતા. આ કોર્ટમાં ઝાકિયાની પીટિશન પર સુનાવણી ચાલી રહી છે. જેમાં તેમણે મોદી તથા અન્યોને ક્લીન ચીટ આપતા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના ક્લોઝર રિપોર્ટને પડકારવામાં આવ્યો છે. ઝાકિયાએ 2008માં સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે સીટની રચના કરી હતી.
પોતાની દલીલોમાં એડવોકેટ પરીખે જણાવ્યું કે ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ મોટી સંખ્યામાં ભેગા થયેલા કારસેવકોએ ગોધરા રેલવે સ્ટેશન ખાતે ઉશ્કેરણીજનક નારા લગાવતા હતા અને તેને કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. એમણે (મોદીએ) વીએચપીના ગુજરાત એકમના મહામંત્રી જયદીપ પટેલને ફોન કરીને ગોધરા જવા કહ્યું હતું.
પટેલે વીએચપીના કાર્યકર્તાઓ અને હિન્દુઓને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેર્યા હતા. તેથી મોદીએ આરએસએસ તથા વીએચપીની મુસ્લિમ વિરુદ્ધની નકારાત્મક અને આક્રમક લાગણીને ભડકાવવામાં જયદીપ પટેલ સાથે જોડાયા હતા. ખરું કાવતરું પટેલને અપાયેલી તે સૂચના સાથે શરૂ થયું હતું. એ (મોદી) કાવતરાના મુખ્ય અમલબાજ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
