જાસૂસી કાંડમાં નરેન્દ્ર મોદીએ તપાસના આદેશ આપ્યા
અમદાવાદ, 26 નવેમ્બર: ગુજરાત પોલીસ તરફથી એક મહિલાની જાસૂસી કરાવવાના મામલામાં ચારે તરફથી હુમલાનો સામનો કરી રહેલી નરેન્દ્ર મોદીની સરકારે હવે આ મામલે તપાસ કરાવવા માટે અમદાવાદ હાઇ કોર્ટની સેવાનિવૃત્ત મહિલા ન્યાયાધીશની અધ્યક્ષતામાં બે સભ્યોવાળા પંચની સમિતિ રચી છે.
ગુજરાત હાઇ કોર્ટે સેવાનિવૃત્ત જજ સુજ્ઞાબેન ભટ્ટ અને રાજ્યના સેવાનિૃત્ત વધારાના મુખ્ય સચિવ કે.સી. કપૂર આ તપાસ સમિતિના સભ્યો રહેશે. આ પંચ દ્વારા ત્રણ મહિનાની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.
રાજ્યના નાણામંત્રી નિતિન પટેલે જણાવ્યું કે 'અમે એક પંચની રચના કરી છે જે યુવા મહિલાને સુરક્ષા પ્રદાન કરવાના આરોપોની તપસા કરશે.' ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર કોંગ્રેસે આ મુદ્દા પર જોરદાર પ્રહાર કર્યો છે અને ભાજપે તેમની ઉમેદવારી પર ફરી વિચાર કરવા અને સીબીઆઇ તપાસ બેસાડવાની માંગ કરી છે.
સસ્પેન્ડેડ આઇએએસ અધિકારી પ્રદીપ શર્મા સહિત મોદીના વિરોધી ગુજરાતના મુખ્યમંત્રીને ઘેરવાનો પ્રયાસ કરતા એવો આરોપ લગાવી રહ્યા છે કે મહિલાના ફોન કથિત ગેરકાનૂની રીતે ટેપ કરાવવામાં આવ્યા અને તપાસની આ જાહેરાતને નુકસાનની ભરપાઇ કરવાના પ્રયાસના રૂપે જોવામાં આવી રહ્યું છે.
ગુજરાત સરકારના નિવેદન અનુસાર, 'મામલાના તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ રાજ્ય સરકારે વ્યાપક લોકહિત અને સત્ય સાબિત કરવા માટે આ મામલાની તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે.'

બીજી બાજુ, સોમવારે કોંગ્રેસ સહિત ચાર દળોના પ્રતિનિધિ અને સામાજિક કાર્યકર્તાઓએ આ મુદ્દા પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને જ્ઞાપન સોંપવામાં આવ્યો અને ન્યાયિક તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
