દુનિયાએ પણ જોયું કે ગુજરાત પાસે ઉમદા ખેલાડીઓ છેઃ મોદી
અમદાવાદ, 23 ડિસેમ્બરઃ ખેલ મહાકુંભ-2013નો સમાપન સમારોહ અમદાવાદ સ્થિત જે.ડી.નગરવાલા પોલીસ સ્ટેડિયમ, શાહિબાગ ખાતે યોજાઇ રહ્યો છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિત રાજ્યના મંત્રી આનંદીબેન પટેલ, રમણલાલ વોરા, ભુપેન્દ્ર સિંહ ચુડાસમા હાજર રહ્યાં છે. આ તકે નરેન્દ્ર મોદીએ વિજેતાઓને ભેટ આપી હતી. આ તકે મોદીએ જણાવ્યું કે, ખેલ મહાકુંભથી દુનિયાએ જોયુ અને જાણ્યું કે ગુજરાત પાસે ઉમદા ભુલકાં છે. મોદીએ ઓસ્ટ્રેલિયામાં ઝળકેલા મંદબુદ્ધિના બાળકોને વિશેષ શુભેચ્છા પાઠવી હતી.
આ તકે મોદીએ કાર્યક્રમનં સંબોધતા જણાવ્યું હતું કે, આ ખેલ મહાકુંભની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે મનમાં એવું હતું કે, આ સ્થગિતતા દૂર થવી જોઇએ સમાજમાં, સરકારમાં અને શાળામાં ખેલકૂદનું મહાત્મ વધવું જોઇએ, તેની અસર ઉભી થવી જોઇએ. ઉત્તરોતર આપણે ખેલ મહાકુંભની ગુણવત્તામાં સુધારા કરતા ગયા અને આજે કહીં શકું કે ભવિષ્યમાં આ દેશને ગુજરાત સારા ખેલાડીઓ આપી શકે, એ દિશામાં હવે આપણે સાચા અને નક્કર ડગલા માંડવામાં સફળ થયા છીએ.
ભૂતકાળમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું સ્થાન નહિંવત હતું, આજે આ પહેલા પ્રયોગમાં પણ હું ગર્વ સાથે કહીં શકું કે ગુજરાતના નાના ભુલકામાં અપાર ટેલેન્ટ પડી છે. દુનિયાએ જોયું કે ગુજરાત પાસે ઉમદા ભુલકાં છે અને જો એ દિશામાં ધ્યાન આપીશું તો ભવિષ્યમાં શાનદાર ખેલાડી બનાવીશું. ગુજરાતના ખુણે ખુણે રહેલી પ્રતિભાને તૈયાર કરવાની છે.
કમનસીબે સમાજ જીવનનું વાતાવરણ, પરીક્ષામાં ઉંચા માર્ક કેમ લાવવા, પુસ્તકોમાં ડુબી કેમ જવું, માતા-પિતા પણ બાળકને પુસ્તકોમાં કેદ કરવાની મથામણ કરતા હોય છે, એવા વાતાવરણમાં બાળકને ખુલ્લા મેદાનમાં લાવવુ એ મોટી ચેલેન્જ છે, બાળક વીડિયો ગેમ, ટ્યૂશનમાં ખોવાયેલો છે, મા-બાપને ફૂરસત નથી, આ બધામાંથી બહાર કાઢીને એક સ્વચ્છ ગુજરાત બનાવવું હોય તો બાળકોને શરીરમાંથી પરસેવો કેવી રીતે છૂટે, ભારતમાતાની ગોદમાં અથડાતા કુટાતા કેવી રીતે તૈયાર થઇએ એ શીખવાની જરૂર છે. આ ખેલ મહાકુંભથી માત્ર ખેલાડીઓ જ નહીં કુટુંબો પણ જોડાયા છે.
સ્પોર્ટ્સમાં કેપેસિટી બિલ્ડિંગની જરૂર છે. પહેલા દરેક મેદાનો, ખેલમાં ઉણપો હતી. ખેલ મહાકુંભના કારણે આપણે કેપેસિટી બિલ્ડિંગમાં સફળતાં મેળવી છે. હ્યુમન રિસોર્સડેવલોપમેન્ટ, ખેલ જગતમાં જે બેગ્રાઉન્ડ ફોર્સ જે જોઇએ તેને તૈયાર કરી શક્યા છીએ. સમાજમાં મંદબુદ્ધીના બાળક હોય તે કુટુંબ અને બાળક એકલું પડી જાય છે, આપણે પ્રયત્નો કર્યા છે કે આવા બાળકોને આત્મવિશ્વાસ કેળવાય અને સમાજ તેમના માટે આદરપુર્વક જોતો જાય તે માટે ખેલકૂદ ઉત્તમ માર્ગ છે અને આપણે ઓછા સમયમાં ખુબ ઝડપથી આપણા બાળકો ઓલિમ્પિકમાં ઝળક્યાં છે. આ મંદબુદ્ધિના બાળકો હમણા ઓસ્ટ્રેલિયા ગયા હતા અને એમાંથી 11 બાળકો વિશ્વકક્ષાથી ગોલ્ડ મેડલ લઇને આવ્યા છે. આ બાળકોએ ઓસ્ટ્રેલિયામાં જઇને ગુજરાતનો ડંકો વગાડ્યો છે. આ બાળકોએ 37 જેટલા અન્ય ઇનામો પણ જીત્યા છે.
સમગ્ર દેશમાં નારીની સુરક્ષા ચર્ચાનો વિષય બન્યો છે. એક સમાજ તરીકે આંખમાં આંખ મિલાવીને જોઇ ના શકીએ તેવી ઘટનાઓ આપણને ચિંતિત કરી મુકે છે, આપણી માતા-દિકરીઓના સન્માનને ઠેસ પહોંચે અને તેઓ ભયની લાગણી અનુભવે તે આપણને પાલવે નહીં, તેથી આ દિકરીઓને આત્મરક્ષા માટે ઉભા કરવાનું અભિયાન ઉપાડ્યું છે, પહેલી જ શરૂઆતમાં દોઢ લાખ દિકરીઓએ તેની ટ્રેનિંગ લીધી છે અને હજુ વધુ ટ્રેનિંગ લેશે. આપણા ગુજરાતની દિકરીઓ દુનિયાને રસ્તો દર્શાવશે તેવું સામર્થ્ય મેળવશે તેવો મને વિશ્વાસ છે. આ ખેલ કુંભમાં 87 જેટલા રેકોર્ડ્સ જે ગુજરાતના ભૂતકાળ તોડીને નવા રેકોર્ડ્સ પ્રસ્થાપિત કર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
