વીંછીયાને અલગ તાલુકો બનાવવાની મોદીની જાહેરાત

આ પ્રસંગે તેમણે યુવાનો, રમત ગમત ક્ષેત્રે ગુજરાતને આગળ લાવવા અને રાજકોટ તથા જામનગર જિલ્લા માટે નવી જાહેરાતો કરી હતી. જેમાં વીંછીયાને અલગ તાલુકો બનાવવાની જાહેરાત પણ કરી હતી. તેમણે લોકોનો વિશ્વાસ કેળવવા જણાવ્યું હતું કે આપના સપનાં પૂરા કરવા માટે કોઇ કચાશ નહીં રાખું.
તેમણે પોતાના વાતની શરૂઆત સ્વામી વિવેકાનંદને યાદ કરીને કરી હતી. તેમણે જણાવ્યું કે '11 સપ્ટેમ્બર, 1893ના રોજ ભારતના એક યુવાને માંડ 20-22 વર્ષની વયે વિશ્વની ધર્મ પરિષદને હરાવી દેવાનું કામ કર્યું હતું. આ કામ ભારતના યુવાન સન્યાસી વિવેકાનંદે શિકાગોમાં કર્યું હતું. 100 વર્ષ પછી બીજી 9/11 આવી . તે સમયે અમેરિકાએ 9/11નું મહત્વ સમજ્યું હોત તો બીજી 9/11 ના આવી હોત.'
તેમણે જણાવ્યું કે તાજેતરમાં દેશના 12 રાજ્યોમાં 48 કલાક સુધી વીજળી ગઇ હતી. દુનિયા સામે આપણું ચિત્ર કેવું હશે તે સમજી શકાય. આખી દુનિયાએ આ મુદ્દે ભારતની ધોલાઇ કરી. 21મી સદીનું સપનું જોનાર ભારત 21મી સદીના દાયકા બાદ પણ અંધકાર યુગમાં જીવતું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. 60 કરોડ નાગરિકો વીજળી માટે વલખા મારતા ત્યારે ગુજરાતમાં વીજળીનો ચમકારો ચાલુ હતો. ગુજરાતમાં શક્ય હોય તો દેશમાં શા માટે ના બને? 120 કરોડનો દેશ ઑલિમ્પિકમાં રમવા જાય અને ઓછા મેડલ સાથે પાછા ફરે. કોંગ્રેસના અધ્યક્ષા ઇટાલી અને ભારત બંનેમાં ચૂંટણી લડી શકે એમ છે.
ભારત સરકારે એફડીઆઇનો નિર્ણય લીધો અને મીડિયાએ તેમને સિંઘમ ગણાવ્યા. પીએમ માત્ર 8 વર્ષમાં બે વાર સિંઘમ બન્યા છે. એક તો અમેરિકાના લાભાર્થે અને બીજું વિદેશની કંપનીઓને ભારતમાં ચણા મમરા વેચવાની પરવાનગી આપી. રાજકોટમાં કોઇ છત્રીનું કારખાનું ચલાવતું હોય અને ચીનની છત્રી વેચવાની પરવાનગી ભારત સરકાર આપે તો તમારું કારખાનું બંધ થઇ જશે. આ અંગે મેં ભારત સરકારને તેમ નહીં કરવા પત્ર લખ્યો હતો.
અમારી સરકાર આવશે તો અમે એક કરોડ લોકોને રોજગાર આપીશું. ભારત સરકારનો અહેલા જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં જેટલી રોજગારી મળી છે તેમાંથી 72 ટકા ગુજરાતે આપી છે બાકીના 28 ટકામાં આખું ભારત છે. આ સવાલ સફળતા નિષ્ફળતાનો નહીં વિશ્વાસ અને છેતરપિંડીનો છે.
મોદીની જાહેરાતો :
- સરકારી નોકરીમાં 25 વર્ષની મર્યાદા વધારી 28 વર્ષ અને 28 વર્ષથી વધારી 31 વર્ષ કરવામાં આવશે. અનુસૂચિત જાતીના લોકોને તેમની 5 વર્ષની છૂટ યથાવત રહેશે.
- યુવાનોને મળતી 1800ની શિષ્ય વૃત્તિ 2500 કરવામાં આવશે.
- ખેલાડીએને મળતા 1200 રૂપિયાની મદદ વધારી 2000 કરાશે.
- વ્યાયામ શિક્ષકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં મળતું 30નું ભથ્થયું વધારી 150 રૂપિયા કરવામાં આવશે. આ બધું જ ગુજરાતીઓ ખેલના મેદાનમાં આગળ વધે તે માટે કરવામાં આવશે.
રાજકોટ - જામનગર માટે જાહેરાતો :
- વીંછીયાને અલગ તાલુકો બનાવવા માટેની અરજી હતી. આગામી 26 જાન્યુઆરીએ વીંછીયા અલગ તાલુકા તરીકે કામ કરશે.
- રાજકોટ સુરત અને અમદાવાદ પૈકી રાજકોટને એફએસઆઇ ઓછી મળતી હતી. તેને એફએસઆઇમાં 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
- જામનગરમાં 1 વત્તા 3ની મંજૂરી છે. હવે ત્યાં 1 વત્તા 4ની પરવાનગી આપવામાં આવશે. જેથી મધ્યમવર્ગના લોકોને મોટી રાહત થશે.
- આજે મારો જન્મદિવસ છે. મને જે શુભકામનાઓ પાઠવી તે અંગે આભાર. મારા બ્લોગમાં ત્રણ પત્રો મૂક્યા છે તે લોકોને જોઇ જવા મારી અપીલ છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
