વડોદરાઃ15 વર્ષીય પ્રેમી યુગલ ભાગ્યું, વાંચો આજના ન્યૂઝ
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, વડોદરા શહેરમાં આવેલી એક પ્રતિષ્ઠિત શાળામાં ધોરણ નવમા અભ્યાસ કરતા 15 વર્ષના પ્રેમ પંખીડાં ઘરેથી ભાગી ગયા હોવાના અહેવાલે ચકચાર મચાવી છે. શાળામાં સાથે અભ્યાસ બાદ ફેસબુકના ચેટિંગથી પાંગરેલી આ પ્રેમ કહાણીએ પરિવારજનોને મુશ્કેલીમા મુકી દીધા હતા. આખરે પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ડીઆરઆઇ દ્વારા દૂબઇથી વાયા નેપાળ બાય રોડ અમદાવાદ આવેલા રાજકોટના એક પરિવારની દસ કિલો હીરા અને દોઢ કિલો સોના સાથે ધરપકડ કરી છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સુરતઃ પતિની શોધમાં નીકળેલી પત્નીની છેડતી
સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાના રિસાયેલા પતિને શોધવા માટે નીકળી હતી, બાદમાં આ પત્ની તેના નાના પુત્ર સાથે પતિને શોધવા માટે પોતાના ઘરેથી નિલગીરી સર્કલ પહોંચી હતી, જ્યાં ગણેશ, પ્રકાશ ઉર્ફે રાજા પટેલ અને સચીન નામના યુવાનોએ ગૃહીણીને ઠંડા પીણામાં કેફી પદાર્થ આપી અર્ધ બેભાન કરી દીધી હતી અને અવાવરુ સ્થળે લઇ જઇ છેડતી કરી હતી. આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉક્ત ત્રણેય વિરુદ્ધ સત્તાવાર ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રાજકોટઃ પતિના નિધન બાદ પત્નીએ પણ પકડી અનંતની વાટ
રાજકોટ સ્થિત રણછોડનગરમાં એક પટેલ પરિવાર સાથે કરૂણ ઘટના ઘટી છે. એક યુવાનનું મંગળવારની રાત્રે હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા બાદ થોડાક સમય બાદ પત્ની મૂર્છીત થઇને ઢળી પડી હતી, બાદમાં તેને હોસ્પિટલ લઇ જવાતા તેનું પણ નિધન થયું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર પતિના મોતના સમાચારથી પરિણીતાના હૃદય બેસી ગયું હોવાનું પરિવારજનો જણાવી રહ્યાં છે, પરંતુ બીજી તરફ તબીબો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, પરિણીતાએ ગળાફાંસો ખાધો છે.

વડગામઃ દિવાલ કુદતા સળિયો વિદ્યાર્થીની આરપાર નીકળ્યો
વડગામ તાલુકાના મેમદપુર સ્થિત શાળામાં બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી સાંજે શાળા છૂટ્યા બાદ ઘરે જવા માટે શાળાની સંરક્ષણ દિવાલ કુદવા જતા લોખંડનો સળિયો તેના મોઢાની આરપાર નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં શાળા પ્રશાસન દ્વારા તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ત્રણ તબીબોની જહેમત બાદ સફળતાપૂર્વક ઓપરેશન હાથ ધરી ઉક્ત વિદ્યાર્થીને મોતના મુખમાંથી બચાવ્યો હતો.

રાજકોટઃ 2.6 કરોડના હીરા સાથે ધરપકડ
ડીઆરઆઇ દ્વારા દૂબઇથી વાયા નેપાળ બાય રોડ અમદાવાદ આવેલા રાજકોટના એક પરિવારની દસ કિલો હીરા અને દોઢ કિલો સોના સાથે ધરપકડ કરી છે. જેની કિંમત 2.60 કરોડની આસપાસ થતી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે નેપાળની સરહદેથી બાય રોડ અમદાવાદ સુધી દાણચોરીથી સોનું લાવવામાં આવ્યું હોવાનો આ પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પકડાયેલા પરિવારને એડિશનલ ચીફ મેટ્રો પોલિટન કોર્ટમાં રજૂ કરવામા આવ્યા બાદ જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

વડોદરાઃ શાળાના 15 વર્ષના પ્રેમી પંખીડા ભાગ્યા
વડોદરા શહેરમાં આવેલી એક પ્રતિષ્ઠિત શાળામાં ધોરણ નવમા અભ્યાસ કરતા 15 વર્ષના પ્રેમ પંખીડાં ઘરેથી ભાગી ગયા હોવાના અહેવાલે ચકચાર મચાવી છે. શાળામાં સાથે અભ્યાસ બાદ ફેસબુકના ચેટિંગથી પાંગરેલી આ પ્રેમ કહાણીએ પરિવારજનોને મુશ્કેલીમા મુકી દીધા હતા. આખરે પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. કિશોરીના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના પગલે ફતેગંજ પોલીસ મથક દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
