વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024ની મંત્રી ભાનુબેન બાબરીયાએ લીધી મુલાકાત
Vibrant Gujarat Global Trade Show 2024: VGGS 2024 અંતર્ગત હેલિપેડ,ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની આજે સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ મુલાકાત લીધી હતી.
મંત્રી ભાનુબેન બાબરીયાએ બ્લુ ઇકોનોમિ થીમ પર પેવેલિયનની મુલાકાત લઈ ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને બંદર, જહાજ અને જળ માર્ગ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલા આકર્ષણોને રસ પૂર્વક નિહાળ્યું હતું.

મંત્રીએ આ વેળાએ ભારતના મહત્વના 12 બંદરોની વર્ચ્યુઅલ રિયાલિટી (VR)ના માધ્યમથી રૂબરૂ જીવંત અનુભવ કરાવતી ફિલ્મ નિહાળી હતી. ગુજરાતનો વિશાળ 1600 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે, ત્યારે મત્સ્ય ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. વધુમાં મંત્રીએ લોથલ ખાતે બનાવવામાં આવનાર મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની માહિતી વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા રસપૂર્વક નિહાળી હતી.
મંત્રીએ ગુજરાતની કલા વારસો અને સંસ્કૃતિને રજૂ કરતું પેવેલિયન નંબર 4ની મુલાકાત લઈ, ગરવી ગુર્જરી દ્વારા ઊભા કરવામાં આવેલા સ્ટોલમાં હેન્ડિક્રાફ્ટ, માતાની પછેડી, બાંધણી વિશે જાણ્યું અને ચરખો ચલાવી કલાકારો સાથે સંવાદ કર્યો હતો.
મંત્રીએ કચ્છ બળદિયા ગામના લક્ષ્મી વણકર મંડળીના વાલુંબેન બડાગા અને અમદાવાદના માતાની પછેડીના કલાકાર હેતલબેન પાસેથી માહિતી મેળવી હતી. આ સાથે તેમણે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતના અંબાજી, ડાકોર, પાવાગઢ, સોમનાથ, દ્વારકા સહિતના મંદિરો સંદર્ભે ફિલ્મ અને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા યોજવામાં આવેલા આકર્ષણો નિહાળ્યા હતા. આ જ પેવેલિયનમાં રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જેના વિશે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે મંત્રીને માહિતગાર કર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
