હરિયાણામાં 28 જિલ્લા પંચાયતના સભ્યો AAPમાં જોડાશે, બે જિલ્લા પંચાયતમાં અધ્યક્ષ પદનો દાવો
આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ બાદ હરિયાણા, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં જનાધાર વધારવા માટે સતત પગલા ભરતી જોવા મળી રહી છે.
આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ બાદ હરિયાણા, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં જનાધાર વધારવા માટે સતત પગલા ભરતી જોવા મળી રહી છે. હાલમાં જ હરિયાણામાં જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા અનુરાગ ઢાંડાનું નિવેદન સામે આવ્યુ છે. અહીં તેમણે હરિયાણાની બે જિલ્લા પંચાયત પર કબ્જો કરવાની વાત કરી છે.

પંચાયત ચૂંટણીને લઈને અનુરાગ ઢાંડાનું આ નિવેદન સામે આવ્યુ છે. અનુરાગ ઢાંડાએ વાત કરતા જણાવ્યુ કે, નવા ચૂંટાયેલા 28 જિલ્લા પંચાયતના સભ્યોએ આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો છે. આ તમામ ટૂંક સમયમાં આપ સાથે જોડાશે. અહીં તેમણે મોટો દાવો કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટી બે જિલ્લામાં અધ્યક્ષ પદ માટે ઉમેદવારો ઉભા રાખશે.
આગળ વાત કરતા અનુરાગ ઢાંડાએ જણાવ્યુ કે, ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી 214 સભ્યો કે સમર્થકો ચૂંટાયા છે. સરપંચ અને પંચની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ સફળતા મળી છે. જિલ્લા પરિષદની ચૂંટણીમાં 15 ઉમેદવારોએ જીત નોંધાવી છે. તેમણે કહ્યું કે રાજ્યની જનતાએ ભાજપને અરીસો બતાવી દીધો છે.
અહીં તમને જણાવી દઈએ કે, હાલ આમ આદમી પાર્ટી દેશના અલગ અલગ રાજ્યોમાં જનસમર્થન વધારવા માટે મેદાને પડી છે. આ પહેલા તેણે ગુજરાતમાં પણ ચૂંટણી લડી હતી અને હાલ વિધાનસભા ચૂંટણી લડી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
