મૌલવીએ સોમનાથ મંદિર અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, ફરિયાદ દાખલ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ મામલે ઓલ ઈન્ડિયા ઈમામ યુનિયનના પ્રમુખ મૌલાના સાજીદ રશીદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાતમાં આવેલા બાર જ્યોતિર્લિંગમાંથી એક એવા સોમનાથ મંદિર અંગે વિવિદાસ્પલ નિવેદન આપવા બદલ એક મૌલવી ફરિયાદ નોંધાવી હતી. આ મૌલવી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, મહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિરને નષ્ટ કર્યું ન હતું, પરંતું ત્યાં ચાલી રહેલા અનૈતિક કામોને બંધ કરાવ્યા હતા.

મૌલાનાએ કર્યા હતા આ દાવોઓ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ મામલે ઓલ ઈન્ડિયા ઈમામ યુનિયનના પ્રમુખ મૌલાના સાજીદ રશીદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
રશીદીએ ગયા મહિને કેટલીક ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત કરાયેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, ગઝનવીએ સોમનાથના પ્રાચીન મંદિરને નષ્ટ કર્યું નથી. ઈતિહાસ મુજબ, તેઓને ખબર પડી કે, મંદિરની અંદર આસ્થા અને હિંદુ દેવી-દેવતાઓના નામે અનૈતિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. તથ્યોની ચકાસણી કર્યા બાદ તેઓએ મંદિર પર હુમલો કર્યો હતો. તેમણે મંદિરનો નાશ કર્યો નથી.
મૌલાના સામે એફઆઇઆર નોંધાઇ
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,પ્રભાસ પાટણ રશીદી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153 A (ધર્મ, જાતિ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 295 A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી દૂષિત કૃત્ય) હેઠળના ગુનામાં FIR નોંધવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, રશીદીએ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
