દેવમોગરાનું નામ પ્રવાસધામ તરીકે ગુંજતુ થશે: મનસુખભાઇ વસાવા
દેવમોગરામાં યોજાયો મેળો, મહારાષ્ટ્રથી લઇને છત્તીસગઢના કલાકારોએ કર્યો રંગારંગ કાર્યક્રમ. આદિવાસીના કુળદેવીજી પાંડોરી માતાજી માટે યોજાય છે આ મેળો.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવમોગરા ખાતે આદિવાસી સમાજના કુળદેવી શ્રી પાંડોરી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ દેવમોગરા ખાતે દર વર્ષે શિવરાત્રીથી પાંચ દિવસ મેળો ભરાય છે. તેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય દેશમાં વસતા આદિવાસીઓ મેળાવખતે માતાજીના દર્શનાર્થે આવે છે. પાંચ દિવસ ચાલાનારા આ મેળામાં લગભગ 5 લાખથી વધુ ભાવિકો માતાજીના દર્શનાર્થે આવે છે. આ દર્શનાર્થીઓના મનોરંજન મળે ગુજરાત તે માટે પ્રવાસન વિભાગ દ્વારા ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે.

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ત્રિપુરા અને આસામમાંથી 9 જેટલા આદિવાસી કલાવૃંદો ત્રણ દિવસથી તેમની કલાના દર્શન કરાવી રહ્યાં છે. આ ત્રણ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમના ત્રીજા દિવસે સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, પ્રવાસન નિગમના સભ્ય ગજેન્દ્રસિંહ જાડેજા, દિપ પ્રાગટ્ય કર્યો હતો.ત્રિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમના ત્રીજા દિવસે સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે,લાખો-કરોડો આદિવાસીઓનો દેવમોગરા સાથે નાતો જોડાયો છે. દુરસુદુરથી ભાવિકો માતાજીની માનતા-બાધા છોડાવવા દર્શનાર્થેઆવે છે. મેળા દરમિયાન લાખો ભાવિકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આદિવાસીઓની ઉન્નતિ, પ્રગતિ, શિક્ષણ વગેરે ક્ષેત્રો માતાજીની કૃપાથી વિકાસ થયો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આદિવાસીઓની કુળદેવીના આ સ્થાનકના વિકાસ માટે સરકાર ચિંતિત છે. પ્રવાસ વિભાગ દ્વારા વિવિધ વિકાસના કમો આ ધામમાં થવાના છે. ત્યારે દેવમોગરાનું નામ પ્રવાસધામ તરીકે ગુંજતુ થશે. દેવમોગરા ખાતે ત્રીજા દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનોજામખંભાડીયાના કલાવૃંદ દ્વારા માતાજીની આરતીથી શુભારંભ થયો હતો. ત્યારબાદ ગુજરાત, ત્રિપુરા, ઝારખંડ, રાજસ્થાન,મહારાષ્ટ્ર વગેરે રાજ્યના કલાવૃંદોએ તેમની કલાના દર્શન કરાવ્યાં હતા, જે મોટી સંખ્યામાં લોકોએ અહીં હાજરી આપીને આ કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
