લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ સુરેન્દ્રનગર વિશે
લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ સુરેન્દ્રનગર વિશે
અમદાવાદઃ લોકસભા સીટ સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રમાં આવેલી છે. સુરેન્દ્રનગર સીટ પર ભાજપની 5મી ટર્મ ચાલી રહી છે જો કે આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર 8 વખત ચૂંટાઈને આવ્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવજીભાઈ ફતેપરા અને કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ કોળી પટેલ વચ્ચે ટક્કર થઈ હતી. લોકસભા 2014માં આ સીટ પર ભાજપનો વોટશેર +13.75 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર -6.90 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 59 વર્ષીય ઉમેદવાર દેવજીભાઈ ફતેપરા 202,907 જેટલા જંગી વોટથી જીત મેળવી પહેલી વખત સાંસદ બન્યા, દેવજીભાઈને કુલ 529,003 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભાવસિંહ રાઠોડે માત્ર 326,096 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

સુરેન્દ્રનગર સીટ પર સાંસદ દેવજીભાઈ ફતેપરાની આ પહેલી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની ત્રણ ડિબેટમાં ભાગ લીધો હતો, એકપણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ નહોતાં કર્યાં અને સદનમાં 205 પ્રશ્નો પૂછ્યા, જો કે તેમની હાજરી 86%રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી થોડી વધુ છે.
જો સુરેન્દ્રનગરના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1992માં સુરેન્દ્રનગર સીટ પરથી કોંગ્રેસના ડૉ. જયંતિલાલ પારેખ, એ સમયની ઝાલાવાડ સીટ પરથી કોંગ્રેસના રસીક પારેખ ચૂંટાઈ આવ્યા હતા, 1957માં આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા, 1962માં પણ કોંગ્રેસના ઘનશ્યામભાઈ ઓઝા, 1967માં સ્વતંત્ર પાર્ટીના મેઘરાજજી, 1971માં કોંગ્રેસના રસિકલાલ પારેખ, 1977માં જનતા પાર્ટીના આર.કે. અમીન, 1989માં ભાજપના સોભાઈ કોળી પટેલ, 1991માં પણ ભાજપના સોમાભાઈ કોળી પટેલ, 1996માં કોંગ્રેસના સનત મહેતા, 1998માં જનતા પાર્ટીના ભાવના દવે, 1999માં કોંગ્રેસના સવશિભાઈ મકવાણા, 2004માં ભાજપ તરફથી સોમાભાઈ કોળી પટેલ જ્યારે 2009માં સોમાભાઈ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડીને ચૂંટાયા હતા અને 2014માં દેવજીભાઈ ફતેપરા આ સીટ પરથી ચૂંટાઈ આવ્યા હતા.
તમારા સાંસદ કેટલું ભણેલા છે? અહીં જાણો
હવે જો સુરેન્દ્રનગર સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં સુરેન્દ્રનગર સીટ પર કુલ 1,656,657 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 877,745 અને મહિલા મતદાતા 778,912 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 542,339 પુરુષ મતદાતાઓ અને 402,338 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 944,677 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,413,723 છે જેમાંથી 74.31% વસ્તી ગ્રામીણ જ્યારે 25.69% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 9.99 ટકા એસસી અને 1.04 ટકા એસટી મતદાતાઓ છે.
આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: જાણો અમદાવાદ પશ્ચિમ સીટ પર હંમેશા ભાજપ જ કેમ જીતે છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
