લોકસભા ચૂંટણીઃ ગુજરાતના ઉમેદવારો પર એક નજર
ગાંધીનગર, 4 એપ્રિલઃ લોકસભા ચૂંટણીનો માહોલ દેશભરમાં જોવા મળી રહ્યો છે. દેશની બે મુખ્ય પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપ દ્વારા દેશભરમાં ચૂંટણી સભાઓ સંબોધવામાં આવી રહી છે. એક તરફ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશના ખૂણે ખૂણે પહોંચીને ભાજપ તરફી લહેર જગાવી રહ્યાં છે, તો બીજી તરફ મોદીની આંધીને રોકવા માટે વિવિધ પાર્ટીના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસની શાખ બચાવવા માટે જનસભાઓ સંબોધી રહ્યાં છે.
વાત ગુજરાતની કરવામાં આવે તો આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગુજરાત પર પણ દેશની જનતાનું અને રાજકિય વિશ્લેષકોનું વિશેષ ધ્યાન રહેશે, કારણ કે વડોદરા બેઠક પરથી રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યાં છે. આ ઉપરાંત ગુજરાતમાં 26 બેઠકો પર વિજય હાંસલ કરવાનું દબાણ પણ ભારતીય જનતા પાર્ટી છે. કારણ કે રાજ્યની ચૂંટણીમાં ભાજપ ભલે ભારે બહુમતી મેળવતું હોય પરંતુ લોકસભાની ચૂંટણીમાં તે 16 કે 18 બેઠકો સુધી સિમિત રહી જાય છે, ત્યારે આ વખતે ભાજપનો લક્ષ્યાંક ગુજરાતમાં 26 બેઠકોનો છે. અહીં લોકસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો અને તેમની બેઠક જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી કઇ બેઠક પર કયો ઉમેદવાર છે તે જાણીએ.

કચ્છ
ભાજપઃ- વિનોદભાઇ ચાવડા
કોંગ્રેસઃ- ડો. દિનેશ પરમાર

બનાસકાંઠા
ભાજપઃ- હરિભાઇ ચૌધરી
કોંગ્રેસઃ- જોઇતા પટેલ
આપઃ- સંજય રાવલ

પાટણ
ભાજપઃ- લીલાધરભાઇ વાઘેલા
કોંગ્રેસઃ- ભાવસિંહ રાઠોડ
આપઃ- અતુલ પટેલ

મહેસાણા
ભાજપઃ- જયશ્રીબેન પટેલ
કોંગ્રેસઃ- જીવા પટેલ
આપઃ- વંદના પટેલ

સાબરકાંઠા
ભાજપઃ- દીપસિંહ રાઠોડ
કોંગ્રેસઃ- શંકરસિંહ વાઘેલા
આપઃ- નટવર સોલંકી

ગાંધીનગર
ભાજપઃ-લાલકૃષ્ણ અડવાણી
કોંગ્રેસઃ- કિરીટ પટેલ
આપઃ- ઋતુરાજ મહેતા

અમદાવાદ પૂર્વ
ભાજપઃ- પરેશ રાવલ
કોંગ્રેસઃ- હિંમતસિંહ પટેલ

અમદાવાદ પશ્ચિમ
ભાજપઃ- કિરીટભાઇ સોલંકી
કોંગ્રેસઃ- ઇશ્વર મકવાણા
આપઃ- જંયતિલાલ મેવાડા

સુરેન્દ્રનગર
ભાજપઃ- દેવજી ફતેપુરા
કોંગ્રેસઃ- સોમા પટેલ
આપઃ- જેઠા પટેલ

રાજકોટ
ભાજપઃ- મોહન કુંડારીયા
કોંગ્રેસઃ- કુંવરજી બાવળિયા

પોરબંદર
ભાજપઃ- વિઠ્ઠલભાઇ રાદડિયા
એનસીપીઃ- કાંધલ જાડેજા

જામનગર
ભાજપઃ-પુનમબેન માડમ
કોંગ્રેસઃ- વિક્રમ માડમ
આપઃ- રાજેન્દ્ર ઝાલા

જુનાગઢ
ભાજપઃ- રાજેશ ચુડાસમા
કોંગ્રેસઃ- જશુ બારડ
આપઃ- અતુલ સેખડા

અમરેલી
ભાજપઃ- નારણભાઇ કાછડિયા
કોંગ્રેસઃ- વીરજી ઠુમ્મર
આપઃ- નાથાલાલ સુખડિયા

ભાવનગર
ભાજપઃ- ડો. ભારતીબેન શિયાળ
કોંગ્રેસઃ- પ્રવીણ રાઠોડ
આપઃ- કનુ કળસરિયા

આણંદ
ભાજપઃ- દિલીપ પટેલ
કોંગ્રેસઃ- ભરત સોલંકી

ખેડા
ભાજપઃ- દેવુસિંહ ચૌહાણ
કોંગ્રેસઃ- દિનશા પટેલ
આપઃ- લાલુ બઢિવાલા

પંચમહાલ
ભાજપઃ- પ્રભાતસિંહ ચૌહાણ
કોંગ્રેસઃ- રામસિંહ પરમાર

દાહોદ
ભાજપઃ- જશવંત સિંહ ભાભોર
કોંગ્રેસઃ- પ્રભાબેન તાવિયાડ
આપઃ- કેસી મુનિયા

વડોદરા
ભાજપઃ- નરેન્દ્ર મોદી
કોંગ્રેસઃ- મુધુસુદન મિસ્ત્રી

છોટાઉદેપુર
ભાજપઃ- રામસિંહ રાઠવા
કોંગ્રેસઃ- નારણ રાઠવા
આપઃ- અર્જુન રાઠવા

ભરૂચ
ભાજપઃ- મનસુખ વસાવા
કોંગ્રેસઃ- જયેશ પટેલ
આપઃ- જયેન્દ્રસિંહ રાણા

બારોડલી
ભાજપઃ- પ્રભુ વસાવા
કોંગ્રેસઃ- તુષાર ચૌધરી
આપઃ- ઠાકોરભાઇ માનેકભાઇ ગામિત

સુરત
ભાજપઃ- દર્શનાબેન જરદોશ
કોંગ્રેસઃ- નૈષધ દેસાઇ

નવસારી
ભાજપઃ- સીઆર પાટીલ
કોંગ્રેસઃ- મકસુદ મિર્ઝા
આપઃ- મેહુલ પટેલ

વલસાડ
ભાજપઃ- કે.સી. પટેલ
કોંગ્રેસઃ- કિશન પટેલ
આપઃ- ગોવિંદ પટેલ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
