દિનશા કે દેવુસિંહ, ખેડામાં કોણ કરશે વિજયની ‘લણણી’?
સાત દિવસ બાદ ગુજરાતની 26 લોકસભા બેઠકોમાં આવનારી સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે. દરેક પક્ષ અને ઉમેદવારો પોત-પોતાની રીતે એડી ચોંટીનું જોર લગાવીને જે તે મત વિસ્તારમાં પોતાના વિજયની લણણી કરવામાં લાગી ગયા છે. એક તરફ દેશભરમાં મોદીની લહેર છે અને ભાજપ સહેલાયથી કમળની લણી લેશે તેવું લાગી રહ્યું છે, પરંતુ ગુજરાતની કેટલીક બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસના પંજાનું એવું વાવેતર છેકે ત્યાં ભાજપને વિજય મેળવવામાં મુશ્કેલીઓ પડી શકે છે, આવી જ એક બેઠક મધ્ય ગુજરાતનું ખેડા છે. જ્યાંના સાંસદ દિનશા પટેલ છે.
આ બેઠકને કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે, જોકે 2009માં થયેલી લોકસભાની ચૂંટણીમાં આ બેઠક ઘણી જ રસાકસી વાળી રહી હતી, અહીના ભાજપના એ સમયના અને આ વખતની ચૂંટણીના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જોરદાર ટક્કર આપી હતી. દેવુસિંહ કોંગ્રેસના દિનશા પટેલ સામે માત્ર 846 મતોથી હાર્યા હતા. ત્યારે આ વખતે મોદીની જે લહેર દેશમાં છવાઇ છે, તેમાં આ બેઠક પર દેવુસિંહ આ નાના માર્જીનને દૂર કરી શકે છે. જોકે કોણ અહી વિજય લણશે તે તો આવનારી 16મી મેનાં રોજ માલુમ થઇ જશે.
બેઠકના ઇતિહાસ પર એક નજર ફેરવીએ તો જાણવા મળે છેકે 1977થી લઇને 2009 સુધીમાં આ બેઠકમાં માત્ર બે જ વાર કોંગ્રેસનો પરાજય થયો છે. 1989માં જનતાદળના પ્રભાતસિંહ ચૌહાણે કોંગ્રેસના અજીતસિંહ ડાભીને હરાવ્યા હતા. જ્યારે 1991માં ભાજપના કેડી જસવાણી વિજેતા થયા હતા. 1996થી આ બેઠક પરથી દિનશા પટેલ ચૂંટણી લડી રહ્યાં છે, 1996થી શરૂ થયેલું તેમનું વિજય અભિયાન 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ યથાવત રહ્યું હતું. તો ચાલો તસવીરો થકી આ બેટક અંગે આછેરી માહિતી મેળવીએ.

ભાજપના ઉમેદવાર
ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જણાવ્યું છેકે, ખેડૂતો માટે સારી સંચાઇ સુવિધા ઉભી કરવામાં આવશે. યુવાનોને સારી રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. કપડવંજ મોડાસા રેલવે લાઇનને નડિયાદ સુધી લાંબી કરવામાં આવશે.

કોંગ્રેસના ઉમેદવાર
કોંગ્રેસના દિનશા પટેલે કહ્યું છેકે ગામડાઓના જીવનને સ્ટાન્ડર્ડ બનાવવામાં આવશે અને સારી ટ્રેન કનેક્ટિવિટી આપવામાં આવશે. કેન્સર હોસ્પિટલ હવે વિશિષ્ટ બનશે. બાલ્જાન્જી બારી ખાતે સૌરમંડળનું નિર્માણ કરવામાં આવશે તથા બાળકો માટે સ્કેટિંગ રિંકનું સેટ અપ કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર
આમ આદમી પાર્ટીના લાભુભાઇ બદીવાલાએ કહ્યું છેકે ખેડૂતોને સિંચાઇથી પાણી સુવિધા પૂરી પાડવામાં આવશે જેથી તેમના પાકને કોઇ નુકસાન ના થાય. દરેક ઓફિસોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તેની સામે પગલા ભરવામાં આવશે. શા માટે દરેક ગામમાં એક પોલીસમેન, એક વિલેજ ડેવલોપમેન્ટ અધિકારી અને એક તાલટી આપવામાં ના આવે?

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ
આ વિસ્તારમાં સૌથી વધારે મતદાતાઓ ક્ષત્રિય છે. ત્યારબાદ પટેલ અને મુસ્લિમ મતદાતાઓ છે. ટકાવારી અનુસાર મતદાતાઓ પર નજર ફેરવીએ તો આ બેઠકમાં 53 ટકા ક્ષત્રિય, 12 ટકા પટેલ, 10 ટકા મુસ્લિમ, 6.5 ટકા એસસી, 4 ટકા બ્રાહ્મણ, 5 ટકા રબારી, 3 ટકા એસટી, 1.2 ટકા ખ્રિસ્તી છે.

પરિણામ પર એક નજર
1957
અપક્ષઃ- ફતેસિંહજી ડાભી- 127646
કોંગ્રેસઃ- ફુલણસિંહ જી ડાભી- 107135
તફાવતઃ- 20511
1962
સ્વતંત્રઃ- પ્રવિણસિંહ સોલંકી- 134112
કોંગ્રેસઃ- ફતેસિંહજી ડાભી- 121499
તફાવતઃ- 12613
1967
સ્વતંત્રઃ- પીએન સોલંકી- 163997
કોંગ્રેસઃ- ડીડી દેસાઇ- 136257
તફાવતઃ- 27740
1971
એનસીઓઃ- ધરમસિંહ દેસાઇ- 159195
કોંગ્રેસઃ- અજીતસિંહ ડાભી- 124744
તફાવતઃ- 34451

પરિણામ પર એક નજર
1977
કોંગ્રેસઃ- ધરમસિંહ દેસાઇ- 211884
બીએલડીઃ- શંકરસિંહ વાઘેલા- 170040
તફાવતઃ- 41844
1980
કોંગ્રેસઃ- અજીતસિંહ ડાભી- 245758
જનતા પાર્ટીઃ- પ્રભાતસિંહ ચૌહાણ- 138536
તફાવતઃ- 107222
1984
કોંગ્રેસઃ- અજીતસિંહ ડાભી- 292019
એલકેડીઃ- સત્યમ પટેલ- 144586
તફાવતઃ- 147433

પરિણામ પર એક નજર
1989
જનતાદળઃ- પ્રભાતસિંહ ચૌહાણ- 331605
કોંગ્રેસઃ- અજીતસિંહ ડાભી- 222402
તફાવતઃ- 109203
1991
ભાજપઃ- કેડી જેસવાણી- 168285
જનતાદળઃ- પ્રભાતસિંહ ચૌહાણ- 166597
તફાવતઃ- 1688
1996
કોંગ્રેસઃ- દિનશા પટેલ- 178318
ભાજપઃ- કેડી જેસવાણી- 128747
તફાવતઃ- 49571

પરિણામ પર એક નજર
1998
કોંગ્રેસઃ- દિનશા પટેલ- 273372
ભાજપઃ- પ્રભાતસિંહ ચૌહાણ- 233157
તફાવતઃ- 40215
1999
કોંગ્રેસઃ- દિનશા પટેલ- 258024
ભાજપઃ- પ્રભાતસિંહ ચૌહાણ- 224307
તફાવતઃ- 33717
2004
કોંગ્રેસઃ- દિનશા પટેલ- 244037
ભાજપઃ- શુંભાગિનીરાજે ગાયકવાડ- 187288
તફાવતઃ- 56749
2009
કોંગ્રેસઃ- દિનશા પટેલ- 284004
ભાજપઃ- દેવુસિંહ ચૌહાણ- 283158
તફાવતઃ- 846
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
