Lok Sabha Election 2024: ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા છોટુ વસાવા, આ બેઠકો પર ઉતારશે ઉમેદવારો
Lok Sabha Election 2024: પીઢ આદિવાસી નેતા છોટુ વસાવા શુક્રવારના રોજ ભારત આદિવાસી પાર્ટી (BAP) માં જોડાયા અને જાહેરાત કરી કે, સંગઠન ગુજરાતમાં તમામ આદિવાસી બહુલ લોકસભા બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે, જ્યાં 7 મેના રોજ એક તબક્કામાં મતદાન યોજાશે.
78 વર્ષીય છોટુ વસાવા એ જેડી(યુ) છોડ્યા બાદ 2017માં હવે લુપ્ત થઈ ગયેલી ભારતીય ટ્રાઈબલ પાર્ટીની રચના કરી હતી. જે બાદ થોડા દિવસો અગાઉ તેમના મોટા પુત્ર અને BTP પ્રમુખ મહેશ વસાવા સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા.

ભરૂચ જિલ્લાના ઝગડિયામાં એક પત્રકાર પરિષદને સંબોધતા છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, BAP કઈ બેઠકો પર ચૂંટણી લડશે તે આગામી દિવસોમાં જાણી શકાશે.
છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, BAP ના બેનર હેઠળ, અમે આદિવાસીઓના અધિકારો માટે લડીશું. તે નિશ્ચિત છે કે, અમે આદિવાસી બહુલ બેઠકો પરથી ઉમેદવારો ઊભા કરીશું. ગુજરાતમાં BAPનો ચૂંટણી એજન્ડા મુખ્ય મુદ્દાઓની આસપાસ ફરશે, જેમ કે બંધારણની અનુસૂચિ 5 ના અમલીકરણ, આદિવાસીઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ અને તેમના વિસ્તારોમાં બહારના લોકોનો પ્રવેશ.
છોટુ વસાવાએ દાવો કર્યો હતો કે, ભાજપ અને કોંગ્રેસ આદિવાસીઓના પ્રશ્નોને હલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જ્યારે ભાજપે ભરૂચમાંથી વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે કોંગ્રેસ સાથે બેઠક વહેંચણીના કરાર હેઠળ આમ આદમી પાર્ટીએ તેના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે.
મનસુખ વસાવા 1998થી સાંસદ છે, પરંતુ તેમણે પ્રદેશના આદિવાસીઓ માટે કોઈ કામ કર્યું નથી, એવો આક્ષેપ છોટુ વસાવાએ કર્યો હતો. ગુરુવારના રોજ છોટુ વસાવાએ ભારત આદિવાસી સંવિધાન સેના (BASS) ની રચના કરી હતી, જે તેમના મતે સામાજિક અને બિન-રાજકીય સંગઠન હશે.
BAPની સ્થાપના ગયા વર્ષે રાજસ્થાનમાં થઈ હતી, જ્યાં તેમણે ત્રણ વિધાનસભા બેઠકો જીતી હતી. તેમણે ત્યાંની 2023ની ચૂંટણીમાં મધ્ય પ્રદેશની એક વિધાનસભા બેઠક પણ જીતી હતી. છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા છેલ્લા કેટલાક સમયથી BAPમાં સક્રિય છે અને રાષ્ટ્રીય સ્તરે પક્ષના મુખ્ય કાર્યકર્તાઓમાંના એક છે, એમ પીઢ નેતાના નજીકના સાથી અંબાલાલ જાદવે જણાવ્યું હતું.
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં, BTP ઝગડિયા (છોટુ વસાવા) અને ડેડિયાપાડા (તેમના પુત્ર મહેશ વસાવા) પરથી જીતી હતી. 2022માં છોટુ વસાવા તેમના પુત્ર સાથે મતભેદો પછી ઝગડિયાથી અપક્ષ તરીકે લડ્યા હતા, પરંતુ ભાજપના રિતેશ વસાવા સામે હાર્યા હતા. તેમનો પુત્ર મહેશ નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પરથી AAPના ચૈતર વસાવા સામે હારી ગયો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
