Rajkot Lok Sabha Election 2024 Live: રાજકોટ સીટ પર એક વાગ્યા સુધી 37.42 ટકા મતદાન
Rajkot Lok Sabha Election 2024 Live and Latest News: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની તમામ 25 લોકસભા સીટ પર મતદાન થઇ રહ્યું છે. ગુજરાતમાં એક તબક્કામાં તમામ 26 સીટ પર મતદાન થવાનું હતું પરંતુ સુરત લોકસભા સીટ બિનહરીફ જાહેર થતાં 25 સીટ પર મતદાન થઇ રહ્યું છે.. ગુજરાતમાં ભાજપ તમામ સીટ જીતતું આવ્યું છે પરંતુ લોકસભા ચૂંટણી 2024માં ક્ષત્રિયોએ ભાજપ સામે બાંયો ચડાવી છે ત્યારે પરષોત્તમ રૂપાલા સામેની નારાજગી ભાજપને કેટલું નુકસાન પહોંચાડે તે જોવું રહ્યું.

રાજકોટ સીટની વાત કરીએ તો આ સીટના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ આ ચૂંટણીમાં બીજેપીના તમામ સમીકરણો બગાડી દીધા છે. રૂપાલાના વાણી વિલાસને કારણે બીજેપીને ગુજરાતમાં ક્ષત્રિયોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે.
બીજી તરફ મોકો જોતા કોંગ્રેસે પણ પોતાના મજબુત નેતા પરેશ ધાનાણીને રાજકોટથી મેદાનમાં ઉતાર્યા છે. આ ચૂંટણીમાં પાટીદાર અને ક્ષત્રિયો બન્ને ફેક્ટર જોરદાર કામ કરી રહ્યા છે. અહીં રૂપાલાને હરાવવા માટે ક્ષત્રિયો મેદાને પડ્યા છે.
- રાજકોટ સહિત રાજ્યમાં ગરમીના કારણે બપોરના સમયે મતદારો ઓછા દેખાયા.
- રાજકોટમાં એક વાગ્યા સુધીમાં 37.42 ટકા મતદાન નોંધાયુ. અહીં મધ્યમગતિએ મતદાન થઈ રહ્યું છે.
- સઘન સુરક્ષા વચ્ચે રાજકોટમાં મતદાન શરૂ થઇ ગયું.
- રૂપાલાના વિવાદિત નિવેદનને પગલે રાજકોટના ક્ષત્રિયો શું ભાજપને તરછોડી મૂકશે કે નહીં તે જોવાનું રહ્યું.
- રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી મેદાનમાં છે.












Click it and Unblock the Notifications
