Lok sabha Election 2024: સૌરાષ્ટ્ર-કચ્છમાં 12 ઉમેદવાર કરોડપતિ, જાણો કોની પાસે કેટલી સંપત્તિ?
Lok Sabha Election 2024: સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 8 લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી મુખ્ય રાજકીય પાર્ટી છે. જોકે, ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભાવનગર અને ભરૂચની બેઠક આમ આદમી પાર્ટી માટે છોડી છે.
કોંગ્રેસ-આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કુલ 16 ઉમેદવારોમાંથી 12 કરોડપતિ છે. આવા સમયે, એવા 9 ઉમેદવારો છે, જેઓ દેવાદાર છે, પરંતુ ચૂંટણી મેદાનમાં છે.
19 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે બાકી રહેલા ઉમેદવારોએ સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભર્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ભાજપ-કોંગ્રેસ-આપના કુલ 16 ઉમેદવારોમાંથી 12 કરોડપતિ છે, અને 9 ઉમેદવારોની લોન ચાલી રહી છે.
ભાજપના ઉમેદવાર પૂનમ માડમ પાસે 64.34 કરોડ રૂપિયાની સૌથી વધુ જાહેર ચલ અને અચલ સંપત્તિ છે. કચ્છના સૌથી યુવા ઉમેદવાર નીતિશ લાલન પાસે માત્ર 12.02 લાખ રૂપિયાની સૌથી ઓછી સંપત્તિ છે.

ભાજપના 2 અને કોંગ્રેસના 1 સહિત કુલ 3 મહિલા ઉમેદવારોએ 1 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે. 16 ઉમેદવારો પૈકી રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરના બંને મુખ્ય પક્ષોના ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના 4 અને ભાજપના 3 ઉમેદવારોએ શેરબજારમાં મૂડી રોકાણ કર્યું છે.
પૂનમ મેડમ સૌથી અમીર ઉમેદવાર - રાજકોટના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા પાસે 18.54 કરોડની સંપત્તિ છે. આ ઉપરાંત રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ રૂપિયા 64.32 કરોડ, જામનગરના કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પી મારવીયાએ રૂપિયા 83.78 લાખ, અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જૂનાગઢના જેનીબેન ઠુમર પાસે 8.47 લાખની સંપત્તિ છે.
આ ઉપરાંત જૂનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પાસે 2.99 કરોડ, જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઇ જોટવા પાસે 6.65 કરોડ, પોરબંદરના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પાસે 5,96 કરોડની સંપત્તિ છે.
લલિત વસોયા પાસે 2.42 કરોડ, સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુલાલ શિહોરા પાસે રૂપિયા 53.84 લાખ, સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પાસે રૂપિયા 1.08 કરોડ, ભાવનગરના ભાજપના ઉમેદવાર નેમુબેન બાંભણિયા પાસે રૂપિયા 2.89 કરોડ, ભાવનગરના AAPના ઉમેદવાર ઉમેશ મકવાણા પાસે રૂપિયા 67.97 લાખ છે.
કચ્છના ભાજપના ઉમેદવારે એફિડેવિટમાં માહિતી આપી છે કે, વિનોદ ચાવડા પાસે 6.30 કરોડની ચલ-અચલ સંપત્તિ છે અને કચ્છના કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલન પાસે 12.02 લાખ રૂપિયા છે.












Click it and Unblock the Notifications
