ગુજરાતમાં માત્ર ગાંધીનગરમાં મતદાનમાં VVPATનો ઉપયોગ
ગાંધીનગર, 30 એપ્રિલ : આજે સમગ્ર ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતમાં માત્ર ગાંધીનગરના મતદારોને લોકસભા ચૂંટણી 2014માં VVPAT વોટિંગનો લાભ મળ્યો છે.
આ અંગે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે કહ્યું કે ભારતના ચૂંટણી પંચે લોક્સભા સામાન્ય ચૂંટણી 2014 દરમિયાન દેશમાં 30-પટના સાહિબ, 8-રાયપુર, 6-ગાંધીનગર, 26-બેંગ્લોર(દક્ષિણ), 4-ચેન્નૈઇ સેન્ટ્રલ, 35-લખનૌ અને 22-જાદવપુર એમ કુલ 7 બેઠકો પર VVPATનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
આ બેઠકો પૈકી ગુજરાત રાજ્યના 6-ગાંધીનગર લોકસભા મતવિભાગમાં VVPATનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર લોકસભા મત વિભાગના 36-ગાંધીનગર(ઉત્તર), 38-કલોલ, 40-સાણંદ, 41-ઘાટલોડીયા, 42-વેજલપુર, 45-નારણપુરા, 55-સાબરમતી વિધાનસભા મતવિસ્તારના તમામ 1769 મતદાન મથકોમાં આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.
VVPAT મતદાન સિસ્ટમ શું છે?
આ સિસ્ટમના ઉપયોગથી મતદારે પોતે જે ઉમેદવારને મત આપેલ છે તે જ ઉમેદવારને મત મળેલ હોવાની ખાતરી કરી શક્શે. આ સિસ્ટમના ઉપયોગ માટે બેલેટ યુનીટની સાથે સ્ટેટસ ડિસ્પ્લે યુનિટ, પ્રિન્ટર યુનિટ અને કોને મત આપેલ છે તે પ્રદર્શિત કરતી સ્લિપ જે પેટીમાં જમા થનાર છે તે પેટી (carrying case)નો સમાવેશ થાય છે.

આ પધ્ધતિથી મતદાતા જે ઉમેદવારને મત આપશે તે ઉમેદવારનો ક્રમાંક, નામ અને ચૂંટણી પ્રતીકની પ્રિન્ટેડ સ્લિપ બેલેટ યુનિટ સાથે જોડાયેલ ડિસ્પ્લે યુનિટમાં થોડી સેકન્ડો માટે પ્રદર્શિત થશે. ત્યારબાદ તે સ્લિપ તે સિસ્ટમ સાથે જોડાયેલ ડ્રોપ બોક્ષમાં આપોઆપ પડી જશે.
લોકસભા ચૂંટણી 2014માં ગુજરાતની 26 બેઠકો અને ધારાસભાની 7 બેઠકોની પેટા ચૂંટણીને લગતી આંકડાકીય અને વ્યવસ્થાની દ્રષ્ટિએ રસપ્રદ માહિતી આ મુજબ છે.
- 45380 મતદાન મથકો
- 27367 મતદાન મથક વિસ્તારો (લોકેશન)
- 4,05,78,577 મતદારો
- મતદાર ફોટો ઓળખકાર્ડની કામગીરી ગુજરાત રાજ્યમાં 99.99 ટકા પરિપૂર્ણ
- 2,12,10,291 પુરૂષ મતદારો, 1,93,68,001 મહિલા મતદારો અને 285 અન્ય મતદારો
- લોકસભા સામાન્ય ચૂંટણી 2014મા 413 ઉમેદવારો
- સાત મતદાન વિભાગની પેટા ચૂંટણીઓમાં 104 ઉમેદવારો
- ગેરરીતિ કે બોગસ વોટીંગ ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી વિવિધ માર્ગદર્શક સૂચનાઓનો ચૂંટણીઓમા ચૂસ્ત અમલ કરાશે.
- ભારતાં સાત જગ્યાએ વીવીપીએટીનો થનારો ઉપયોગ જે પૈકી ગુજરાતના ગાંધીનગર મત વિભાગના વીવીપીએટીનો થનારો ઉપયોગ
- મતદાન મથકમાં, મત ગણતરી મથકમાં તેમજ મતદાન મથક આસપાસના 100 મીટરના વિસ્તારમાં કોઈપણ વ્યકિતના સેલ્યુલર મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરેના ઉપયોગ ઉપર પ્રતિબંધ
- ફોટો ઓળખકાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલા 11 વૈકલ્પીક દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી મતદાર તેની ઓળખ પ્રસ્થાપિત કરી મતદાન કરી શકશે.
- કુલ મતદાન મથકો પૈકી 23 ટકા મતદાન મથકો અને કુલ મતદાન મથકના સ્થળો (પોલીંગ સ્ટેશન લોકેશન) પૈકી 21 ટકા મતદાન મથક સ્થળો (પોલીંગ સ્ટેશન લોકેશન) ‘વલ્નરેબલ' અને ‘ક્રીટીકલ'
- કુલ એક લાખ ઉપરાંત સુરક્ષાકર્મીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
