નેતાઓની ભક્તિ : એક જગન્નાથના ચરણોમાં તો એક માં અંબાના
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ અને કોંગ્રેસ બંન્ને બતાવ્યો તેમની આસ્થા. પીએમ મોદી પહોંચ્યા અંબાજી તો રાહુલ ગાંધી પહોંચ્યા જગન્નાથ મંદિર. વધુ વાંચો
ગુજરાતમાં હાલ બે કામ જ થાય છે ઠેર ઠેર જનસભામાં અને નેતાઓની આ મંદિરથી તે મંદિરની મુલાકાત. જો કે તેમાં કાંઇ ખોટું પણ નથી દરેકની આસ્થાનો સવાલ છે. પહેલા PM મોદી તો આવી મુલાકાતો કરતા જ હતા હવે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાયા છે. રાહુલ ગાંધીએ આ 3 મહિનાની અંદર નાના મોટા કરીને ગુજરાતના 30 થી વધુ મંદિરોમાં દર્શન કરી લીધા છે. અને લાગે છે કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી પણ લીધી છે માટે તો ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની જીત થાય કે ના થાય તે પહેલા જ તેમને કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે.
जगन्नाथ मंदिर में आरती करते @OfficeOfRG @ashokgehlot51 @INCGujarat @INCIndia pic.twitter.com/W2Xy98Ra1U
— Kumar Vikrant Singh (@KumarVikrantS) December 12, 2017
ત્યારે આજે પણ જોગાનુંજોગ દેશની બે મોટી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં અલગ અલગ મંદિરમાં ભગવાનની ચરણોમાં શિશ ઝૂકાવતા નજરે પડી રહ્યા છે. જેના લીધે કરીને સામાન્ય ભક્તોને દર્શન માટે અટકાવવું પડ્યું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અંબાજી ખાતે માં અંબાના દર્શન કર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ તો આજે માં અંબાના દર્શન કરવા માટે એક નવો જ ચીલો ચીતર્યો હતો. આજે પીએમ મોદી સી પ્લેન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટથી ઉડીને ધરોડ ડેમ પહોંચ્યા હતા. અને અહીં તેમણે રોડ માર્ગે અંબાજી પહોંચી દર્શન કર્યા હતા.
PM @NarendraModi's visits Ambaji Mandir and offers prayers https://t.co/lA6nEFwKlj
— BJP Gujarat (@BJP4Gujarat) December 12, 2017
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
