રાજ્યભરના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીએ લોન્ચિંગ કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતને ગ્લોબલ ટેક્સટાઇલ હબ બનવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પમાં ગુજરાતના સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગને યોગદાન આપવામાં અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભે તેમણે કહ્યું કે, દેશના કુલ કપાસ ઉત્પાદન નું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. એટલું જ નહીં ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫% ટકાથી વધુનું યોગદાન ગુજરાત આપે છે.

મુખ્યમંત્રી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવ માં સંબોધન કરી રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે રાજ્યભરના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની વિગતો એક જ પ્લેટફોર્મ પર પૂરી પાડતી E- ડિરેક્ટરીનું પણ લોન્ચિંગ કર્યું હતું. આઠ હજાર જેટલા આવા ઉદ્યોગોની યાદી અને કોન્ટેકટ એક જ પ્લેટફોર્મ પરથી મળી રહે તેવા આ અભિગમને તેમણે બિરદાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટની ખ્યાતિ સાથે વાઇબ્રન્ટ સમિટની સફળતાથી દેશ-વિદેશના રોકાણકારો માટે રોકાણની પ્રથમ પસંદગીવાળું રાજ્ય બન્યું છે. આવી પ્રોત્સાહક નીતિઓ અને બિઝનેસ ફ્રેન્ડલી એનવાયરમેન્ટને પરિણામે દેશના જીડીપીમાં ૮%થી વધુ અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧૮%થી વધુ હિસ્સો ગુજરાત આપે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યમાં PM મિત્રા ટેકસટાઇલ પાર્કના સાનુકૂળ વાતાવરણ અને અદ્યતન સુવિધાઓ માટે રાજ્ય સરકાર ટેકસટાઇલ ઉદ્યોગોની સાથે રહેશે એમ પણ આ તકે જણાવ્યું હતું. આ ટેકસટાઇલ લીડરશીપ કોન્કલેવ કાપડ ઉદ્યોગના અમૃતકાળ માટે ઉદ્દીપક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા આત્મનિર્ભર ભારત માટે વેપાર- ઉદ્યોગ- મહાજનો- સરકાર સૌને સાથે મળીને આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં આગળ વધવાનું પ્રેરક આહવાન કર્યું હતું.
આ અવસરે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, GCCIના ચેરમેન પથિક પટવારી, વાઇસ ચેરમેન યોગેશ પરીખ, એસોચેમ ના ચિંતન ઠાકર,ટેકસટાઇલ ટાસ્ક ફોર્સના પ્રતિનિધિઓ, મસક્તી મહાજન માર્કેટના ચેરમેન તથા જમ્મુ-કાશ્મીરથી લઈ તામિલનાડુ સહિતના વિવિધ રાજ્યોના ૪૦ સહિત કુલ ૭૮ એસોસિએશનના પ્રતિનિધિઓ જોડાયા હતા.
આ કોંક્લેવ ના સમગ્ર દિવસ દરમ્યાન ના બે સત્રોમાં ટેકસટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક વક્તાઓએ ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ સેકટર ના પોતાના વર્ષોના અનુભવો શેર કર્યા હતા, તેમજ ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન પણ કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
