G-20 સમિટ ઈન્ફાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટર્સ ડાયલોગ સેશનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે G-20 સમિટ અંતર્ગત ગાંધીનગરના ગીફ્ટસિટીમાં યોજાઈ રહેલી ઈન્ફાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટર્સ ડાયલોગનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, કોઈપણ દેશ કે રાષ્ટ્રના પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટી માટે ઈન્ફાસ્ટ્રક્ચરમાં ઈન્વેસ્ટમેન્ટ મહત્વની બાબત છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, એન્વાયરમેન્ટલ સસ્ટેઈનેબિલીટી અને સોશિયલ પ્રોગ્રેસ સાથે જ ઈકોનોમીક ગ્રોથ અને ઈન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ સાર્થક થઈ શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટસિટી પરિસરમાં આ ડાયલોગ - સેશનનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરતા ગિફ્ટસિટીએ દેશના પ્રથમ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સર્વિસ સેન્ટર IFSC ધરાવવાનું ગૌરવ મેળવેલું છે. આ પરિસર પ્રથમવાર ઈન્ટરનેશનલ ડિસ્કસનનું પ્લેટફોર્મ બન્યુ છે. તેનો પણ તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ગુજરાતને બિઝનેસ અને ફાયનાન્સિયલ એક્ટીવિટીઝનું ગ્લોબલ હબ બનાવવાની નેમ વ્યક્ત કરતાં ઉમેર્યું કે, રાજ્યમાં પાછલા દશકોથી લગાતાર મોટા પ્રમાણમાં FDI આવતું રહ્યું છે તે જ ગ્લોબલ બિઝનેસ ગુજરાત પર ભરોસો કરે છે તેનું પ્રમાણ છે. 2022-23ના વર્ષમા ગુજરાતે 4.7 બિલીયન ડોલરથી વધુ FDI મેળવ્યું છે તેનો મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે આ અંગે વિસ્તૃત ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં વર્લ્ડક્લાસ બિઝનેસ ઈકો સિસ્ટમ છે. એટલું જ નહિ ગતિશીલ ઉદ્યમશીલતા, સ્કીલ્ડ વર્કફોર્સ અને કન્ડ્યુસિવ બિઝનેસ એન્વાયરમેન્ટ જેવા બહુવિધ ક્ષેત્રો બે દશકથી રાજ્યની વિકાસયાત્રાના મૂળમાં રહેલા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતે સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપન - પ્રુડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ ઈકોનોમિક ડેવલપમેન્ટથી માંડીને સોશિયલ એન્વાયરમેન્ટ સુધીના દરેક એરિયામાં અપનાવીને પરિણામો મેળવ્યા છે. ગુજરાત સરકાર એક વિઝન સાથે ફાયનાન્સિયલ મેનેજમેન્ટ કરી રહી છે અને તેના પરિણામે જ ફિસ્કલ ટાર્ગેટ અચિવ કરવામાં સફળતા મળી છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, નિતી આયોગે પણ રાજ્યના ફાયનાન્સિયલ મેનેજમેન્ટની સરાહના કરી છે. પાછલા દોઢ દાયકાથી દર વર્ષે સરપ્લસ બજેટ ગુજરાતમાં આપતા આવ્યા છીએ તેનો ઉલ્લેખ કરતાં શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે 2021-22માં ગુજરાતની ફિસ્કલ ડેફિસીટ GSDPના 1.16 ટકા કરતાં પણ ઓછી રહી છે. એટલું જ નહીં આ વર્ષના બજેટ આઉટ લેમાં ગત બજેટ કરતાં 23 ટકા ગ્રોથ અને કેપિટલ એક્સપેન્ડીચરમાં 92 ટકા વૃદ્ધિ કરી છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ગિફ્ટસિટીમાં રહેલી લિમીટલેસ પોસિબીલીટીઝ એક્સપ્લોર કરવા તેમજ આગામી વાયબ્રન્ટ-2024માં સહભાગી થવા પણ આ G-20 સમિટમાં આવેલા દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું હતું.
ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગમાં ઉપસ્થિત પ્રતિનિધિઓને આવકારતા ગિફ્ટ સિટીના ચેરમેનશ્રી હસમુખ અઢિયાએ જણાવ્યું કે વૈશ્વિક કક્ષાના પ્લાન્ડ ગ્રીન ફિલ્ડ સિટીનું નિર્માણ કરવામાં ગુજરાત પાયોનિયર છે અને રાજધાની ગાંધીનગર તેનું ઉત્તમ ઉદાહરણ છે.
અઢિયાએ વધુમાં જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફાઇનાન્શિયલ ઈકો સિસ્ટમને ધ્યાનમાં રાખીને વૈશ્વિકસ્તરે પરસ્પર વિશ્વાસ અને સહયોગની ભાવનાથી કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારે સામુહિક પ્રયાસોથી જ વૈશ્વિક અર્થતંત્ર સામે રહેલા પડકારોને પહોંચી વળાશે અને વૈશ્વિક અર્થતંત્રને સ્થિર અને સધ્ધર બનાવી ઉમદા ભવિષ્યનું નિર્માણ કરી શકાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે ગિફ્ટ સિટી આજે બેંકિંગ, ઇન્શ્યોરન્સ, ફોરેન યુનિવર્સિટીઝ, શિપ લીઝિંગ સહિતના વિવિધ ક્ષેત્રોના ગ્રોથ સેકશન તરીકે વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઝડપથી ઊભરી રહ્યું છે અને આ માટેના અર્થતંત્રના વિકાસની નવી દિશાઓ ઉઘાડી રહ્યું છે. એટલું જ નહીં, સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરીને વિશ્વના અન્ય ફાઇનાન્શિયલ સેન્ટર્સને ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યું છે.
મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું કે, ટકાઉ વિકાસ એ માત્ર આકાંક્ષા કે મહેચ્છા નથી, પરંતુ તે એક વૈશ્વિક જવાબદારી છે. રાજ્ય સરકારે નગર આયોજનમાં ટકાઉપણું, ગ્રીન એનર્જી અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ જેવી મહત્વની બાબતો આવરી લેવાનો અભિગમ રાખ્યો છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતે અસંખ્ય પુનઃપ્રાપ્ય પાવર પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક અમલી બનાવી પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. ગુજરાત સોલાર સસ્ટેઇન સ્ટેટ છે જેમાં મહત્તમ વીજ ઉત્પાદન રિન્યુએબલ એનર્જી થકી થાય છે. આગામી 2 થી 3 વર્ષમાં શહેરી વિસ્તારોની તમામ વીજળીની જરૂરિયાતો આવા રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો થકી પૂરી પાડીશું.
તેમણે વધુમાં ઉમેર્યું કે, જીવનને સુખ - સુવિધાયુકત બનાવવા શહેરોની રચના કરવી જોઈએ. પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ કરાયેલ શહેરી આયોજન અસરકારક નીવડે છે. ટકાઉ શહેરો વિકસાવવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ ગિફ્ટ સિટી છે. ગિફ્ટ સિટીએ સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કર્યું છે.
ગુજરાતના અન્ય શહેરો જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પણ ટકાઉ શહેર પર કામ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આગામી ૩૫ થી ૪૦ વર્ષનું આયોજન કરી ટકાઉ વિકાસની દિશામાં આગે કૂચ કરી રહ્યું છે.
આજે યોજાઈ રહેલા આ સેમિનારમાં ઇન્ક્લુઝિવ, રેઝિલિયન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંસ્થાકીય રોકાણ વધારવા, ભવિષ્યના શહેરી વિકાસ માટે સ્થાયી રોકાણ વધારવા તેમજ સ્થાયી માળખાગત વિકાસ માટેના આયોજન સહિતના વિવિધ વિષયો પર દેશવિદેશના મહાનુભાવો તથા પ્રતિનિધિઓ દ્વારા ચર્ચાઓ કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
