કચ્છના રાપરમાં વહેલી સવારે ફરી એકવાર આવ્યો ભૂકંપનો આંચકો, જાણો કેટલી હતી તીવ્રતા
Kutch Earthquake News: સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ધરતીના પેટાળમાં હલચલ જોવા મળી છે. આજે વહેલી સવારે વાગડ વિસ્તારના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. ગાઢ નિદ્રામાં પોઢેલા લોકો ધ્રુજારી અનુભવાતા જ સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા.

વહેલી સવારે અનુભવાયો આંચકો
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (ISR) ના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે 5:47 કલાકે આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.5 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી અંદાજે 19 કિલોમીટર દૂર નોંધાયું હતું. જોકે તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા આંચકાઓએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
અગાઉ 4.4ની તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ
નોંધનીય છે કે, હજુ ગયા મહિને જ એટલે કે 26 ડિસેમ્બર 2025ના રોજ રાપરના ગેડી ગામ પાસે 4.4ની તીવ્રતાનો શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. તે સમયે રાપર ઉપરાંત ભચાઉ અને અંજાર સુધી ધ્રુજારી અનુભવાઈ હતી. ત્યારબાદ સતત નાના-મોટા આફ્ટર શોક્સ આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે.
શા માટે કચ્છમાં વારંવાર આવે છે ભૂકંપ?
ગુજરાતનો કચ્છ જિલ્લો ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.
- ઝોન-5 માં સમાવેશ: કચ્છ ભારતની સૌથી જોખમી ગણાતી 'ભૂકંપ ઝોન-5' માં આવે છે.
- ફોલ્ટ લાઇન: અહીં ધરતી નીચે અનેક સક્રિય ફોલ્ટ લાઇન્સ આવેલી છે, જેમાં થતી હલચલને કારણે અવારનવાર મધ્યમ અને ઓછી તીવ્રતાના આંચકા નોંધાય છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
